Top News

More Posts

   The Latest

Most Popular

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો :

પારુલ યુનિવર્સીટી અગાઉ પણ ઘણા કિસ્સામાં વિવાદમાં ઘેરાયેલી જોવા મળી હતી :

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

વિવાદોનો પર્યાય બનેલી પારૂલ યુનિવર્સીટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો હતો. મંગળવારે રાત્રિ દરમિયાન હોસ્ટેલ કેમ્પસમાં ભારતીય અને સાઉથ આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જે ત્યાં ઉભેલા અન્ય એક વિદ્યાર્થીએ સમગ્ર મારામારી પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. વૈભવી યુનિવર્સિટીઓ પૈકી આ પારૂલ યુનિવર્સીટીમાં સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે મંગળવારે સાંજના સુમારે પારુલ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ભારતીય અને સાઉથ આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ મારા મારી થતા મામલો ગરમાયો હતો આ ઘટનાને લઇ અન્ય વિદ્યાર્થીઓના પણ ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા જ્યારે સમગ્ર ઘટનાને લઇ એક અન્ય વિદ્યાર્થીએ આ મારામારી નો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્રે મહત્વની બાબતે છે કે પારુલ યુનિવર્સિટી અગાઉ પણ ઘણા વિવાદોમાં સપ્લાય છે. દુષ્કર્મ સહિતના કેસોને લઈને પારૂલ યુનિવર્સીટી પર લાંછન લાગ્યું હતું. હાલ પોલીસ વિભાગમાંથી છુટા થયેલા કેટલાક નામાંકિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ અહીં વિજિલન્સમાં ફરજ બજાવે છે તેમ છતાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે જ્યારે ઘણી ઘટનાઓ પર પડદો પાડી દેવામાં આવતો હોય છે ત્યારે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ જ યુનિવર્સિટીમાં ચાલતા વિદ્યાર્થીઓ વચ્ચેના જૂથવાદની પોલ ઉઘાડી પાડી દીધી હતી.

To Top