Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ટેક્સટાઇલના હબ તરીકે જાણીતા સુરતમાં હવે રક્ત ચંદનની હેરફેર પણ થઇ રહી છે. સુરતના પુણા વિસ્તારમાંથી મોટી માત્રામાં રક્ત ચંદનના લાકડાનો જથ્થો ઝડપાયો છે. એટીએસના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે તેઓએ સુરતના પુણા વિસ્તારમાં રેડ કરી હતી. ATSએ સુરત SOG સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓના દરોડાના પરિણામે લગભગ 518 કિલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો છે. તેમજ બે વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કુલ 23 નંગ ચંદનના લાકડાના થડ ઝડપી પાડ્યા છે. સુરતમાં પુણા વિસ્તારમાં આવેલા કુંભારીયા ગામમાં વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં મંજુરી વગર રક્ત ચંદનના લાકડાનો જથ્થો ગેરકાયદે છુપાવી રાખવામાં આવ્યો છે. જે માહિતીના આધારે એટીએસ પોલીસે સુરત એસઓજી અને વન વિભાગની મદદ લઈને સંયુક્ત આપરોશન કર્યું હતું.

  • સુરતમાં એકાએક એટીએસની રેડ પડી
  • 518 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો
  • સેમ્પલ એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલવામાં આવ્યા

વિનોદભાઈએ ધીરૂભાઈ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. આ રૂપિયાની ધીરુભાઈ ઉઘરાણી કરતો હતો. પરંતુ વિનોદ પાસે હાલ રૂપિયા નહીં હોવાથી તેને કામરેજમાં શ્યામપુરા ગામમાં તેના મિત્રના ખેતરમાંથી રક્તચંદનનું એક ઝાડ કાપી ધીરુભાઈને 12 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. 570 કીલો આ લાકડાની કિંમત 25 લાખ રૂપિયા જેટલી થાય છે. ધીરુભાઈએ આ લાકડું 12 લાખ રૂપિયાના બદલામાં લઈ વેચવાનો પ્લાન બનાવ્યો હતો. આ બાબતની જાણ એટીએસને થતા ચંદનનો જથ્થો ઝડપાયો હતો.

સુરતના ડીએફઓ પુનિત નૈય્યરે જણાવ્યું હતુ કે ઝડપાયેલું લાકડું ચંદનનું જ છે કે નહીં તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. હવે તેના સેમ્પલ નવસારી એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલવામાં આવ્યા છે. જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થઇ લાકડા વિશેની યોગ્ય જાણકારી મળશે. જો કે ચંદનનું આ લાકડું ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયું છે તેવો અનુમાન થઇ રહ્યો છે. પુણા ગામમાંથી ટોટલ 23 નંગ ચંદનના લાકડાનો જથ્થો એટલે કે 518 કિલો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત થઇ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપીને ઉધારીના રૂપિયાના બદલે ચંદન આપવા કે વેચવા માટે સ્ટોર કરવામાં આવ્યુ હશે.

To Top