Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરતના ઇતિહાસને તાદૃશ્ય કરતા ચોક બજાર વિસ્તારની ઐતિહાસિક મિલકતો (Historical Properties) અને તેના આસપાસના વિસ્તારનો તેના મૂળ સ્વરૂપે જાળવણી કરવા મનપા દ્વારા કસ્તુરબા ગાર્ડનથી મક્કાઇ પુલ સુધીના વિસ્તારને ‘ચોકબજાર હેરિટેજ સ્ક્વેર’ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં કિલ્લો પણ સમાવેશ પામે છે. ત્યારે હવે ચોકબજાર કિલ્લા સામે આવેલી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓએ મુલાકાત લીધી હતી તેવી એન્ડ્રુઝ લાઇબ્રેરીના (Andrews Library) એલિવેશનને પણ હેરિટેજ સ્ક્વેરના ભાગરૂપે તેના મૂળ સ્વરૂપે લોકો રસ્તા પરથી જ જોઇ શકે તેવું આયોજન કરાયું છે.

  • હેરિટેજ સ્ક્વેરને મૂળ સ્વરૂપે તાદૃશ્ય કરવા ચોકબજારની ઐતિહાસિક એન્ડ્રુઝ લાઈબ્રેરી પર લાગેલાં હોર્ડિંગ્સ હટાવાશે
  • લાઇબ્રેરીના નિભાવ ખર્ચમાં મદદ મળતી હોવાથી મનપા હોર્ડિંગ્સની આવક જેટલી રકમ અનુદાન રૂપે આપી મદદ કરશે
  • એન્ડ્રુઝ લાઇબ્રેરીના એલિવેશનને પણ હેરિટેજ સ્ક્વેરના ભાગરૂપે તેના મૂળ સ્વરૂપે લોકો રસ્તા પરથી જ જોઇ શકે તેવું આયોજન કરાયું છે

આ લાઇબ્રેરી મનપાની માલિકી નથી. પરંતુ જે સંસ્થા દ્વારા તેનું સંચાલન થાય છે તેની સાથે સંકલન કરીને લાઇબ્રેરીની મિલકત પર લાગતાં જાહેરાતનાં હોર્ડિંગ્સ બોર્ડ કાયમી દૂર કરવા નક્કી કર્યું છે. જો કે, આ હોર્ડિંગ્સની આવકમાંથી લાઇબ્રેરીનો નિભાવ થતો હોવાથી મનપાએ લાઇબ્રેરી હોર્ડિંગ્સ દૂર કરવાથી ટ્રસ્ટની આવક બંધ થતી હોવાથી તેની અવેજમાં લાઇબ્રેરીના નિભાવ ખર્ચને પહોંચી વળવા ટ્રસ્ટને અનુદાન આપવાનું પણ નક્કી કર્યું છે. જે અંગે કેટલીક નીતિઓ નક્કી કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ છે. આ મુદ્દે આગામી ગુરુવારે આખરી નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે.

To Top