SURAT

પોલીસે ઉતરાયણનું જાહેરનામુ બહાર પાડ્યું ને સુરતના આ વિસ્તારમાંથી 4.86 લાખનો દારૂ પકડાયો

સુરત: (Surat) એક તરફ પોલીસે ઉત્તરાયણ (Uttarayan) માટે જાહેરનામુ બહાર પાડીને અગાસી ઉપર લોકોને ભેગા થવાથી પ્રતિબંધ મુક્યો છે, ત્યાં ભેસ્તાનમાંથી ઉત્તરાયણના તહેવાર માટે થઇને લવાયેલો દારૂ (Alcohol) પકડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે એકને રૂા. 4.86 લાખના દારૂ સાથે પકડી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન ઍસ.બી.આઈ બેન્કની પાછળ હળપતિવાસમાં રહેતા સોયેબ હકીમુદ્દીન ફારૂકી (ઉ.વ.૨૩)ના મકાનાં રેડ પાડી હતી, પોલીસે ત્યાંથી અલગ અલગ કંપનીની રૂા. 4.39 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં સોયેબ મકરસાંક્રાતિ તહેવારને કારણે સુફીયાન ઉર્ફે સુફીયાન ફારૂકી હકીમુ્દીન ફારૂકી અને નીકેશ ઉર્ફે નિકલો ગાંડો કિશોર પચટેલ (કેશનવનગર ભેસ્તાન)ïની મદદથી દારૂ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુફીયાન અને નિકેશને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પારડીના સરોધી ગામેથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વાપી: વલસાડ એલસીબી પોલીસે પારડીના સરોધી ખાતે પેટ્રોલિંગ દરમિયાન દારૂના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 3 મોપેડ અને દારૂનો જથ્થો સહિત રૂ.2 લાખનો મુદ્દામાલ ઝજપી પાડ્યો હતો. એલસીબી વલસાડની ટીમે પાપરડીના સરોધઈ ગામે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સરોધી, હરિજનવાસ રોડ પર શંકાસ્પદ આરોપી ધર્મેશ ભગુ ધો.પટેલ (રહે.બગવાડા, મસ્જીદ ફળિયા)ને ઝડપી પાડી તલાશી લીધી હતી. તેની પાસેના મોપેડ સહિત બીજા બે મોપેડમાંથી દારૂની બોટલ નંગ 504 કિં.રૂ. 45,600 તથા ડીકીમાંથી 500નો મોબાઈલ, 5000નો મોબાઈલ તેમજ રૂ.50 હજારના 3 મોપેડ સહિત કુલ રૂ.2,01100નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ભાગી ગયેલા મોપેડ સવાર બે ઈસમ અને દારૂ મંગાવનાર ને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

ધારાગીરી ગામ પાસેથી 26 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 2 વોન્ટેડ
નવસારી : નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ધારાગીરી ઓવરબ્રિજ પાસેથી એક હોન્ડા બ્રીઓ કાર (નં. જીજે-15-સીએ-7611)ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 26,400 રૂપિયાની વિદેશી દારૂની 168 બાટલીઓ મળી આવતા મૂળ વેસ્ટ બંગાળ સાઉથ-24 પરગાનાસ ઉત્તર ગોપાલનગર અને હાલ દમણના ડાભેલ નીર્મલભાઈની ચાલમાં રહેતા સુજન ઉર્ફે સુર્યા સ્વપન નાસ્કરને ઝડપી પાડ્યો હતો. પોલીસે સુજન ઉર્ફે સૂર્યાની પૂછપરછ કરતા દમણના રાકેશે કારમાં બનાવેલા ચોરખાનામાં ભરી આપી લાલુ નામના ઇસમે નવસારી-સાગરા ફાટક પાસે પહોચાડવા માટેનું કબુલ્યું હતું. જેથી પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 3 લાખની કાર, 500 રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1250 રૂપિયા મળી કુલ્લે 3,28,150 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top