Dakshin Gujarat

ચીખલી તાલુકામાં કેરીનો પાક 40 ટકા જ બચ્યો, તેમાં ફરી માવઠાની આગાહી

ધેજ: (Dhej) એક તરફ ગરમીએ માઝા મુકી છે તો બીજી તરફ ચીખલી તાલુકામાં કેરીનો (Mango) પાક હવે 30થી 40 ટકા જેટલો માંડ બચ્યો છે. આ સંજોગોમાં જો કમોસમી વરસાદ આવશે તો કેરીનો ભાવ તળિયે પહોંચી જવાની સંભાવના છે. માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

  • ચીખલી તાલુકામાં કેરીનો પાક 40 ટકા જ બચ્યો, તેમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં
  • હાલમાં કેરીનો સારો ભાવ મળી રહ્યો છે પણ જો વરસાદ પડશે તો ભાવ તળિયે જતો રહેશે

ચાલુ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેતા ખેડૂતોની આંબાવાડીમાં કેરીનો પાક ઘટી ગયો છે. હાલમાં જેટલો બાકી છે તે પાક તૈયાર છે. કેટલીક ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે કેરી ઝાડ પરથી ઉતારીને બજારમાં વેચાણ માટે શરૂઆત કરી દેવામાં આવી છે. માંડ ૩૦ થી ૪૦ ટકા જેટલો જ કેરીનો પાક બાકી બચવા પામ્યો છે. હાલ આંબાવાડીમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે. કેટલાક ખેડૂતોએ અખાત્રીજના દિવસે કેરી ઝાડ ઉપરથી ઉતારી બજારના વેચાણ માટે ની શરૂઆત પણ કરી છે.

જેમાં કેસર રૂપિયા 1200 થી 2100, હાફુસના રૂ.1250 થી 1500, દશેરીના રૂ.700 થી 1100 અને 1600 થી 1750, રાજાપુરી 600 થી 800નો ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યો છે. હવે જો વરસાદ થાય તો કેરીનો ભાવ તળિયે પહોંચી જાય અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાની વેઠવાની નોબત આવે તેમ હોય ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને વરસાદ ન થાય તેવી પ્રાર્થના ભગવાનને કરી રહ્યા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ગણાતો ડાંગરનો પાક પણ ખેતરોમાં તૈયાર થઈને લહેરાઈ રહ્યો છે તેવા સમયે વરસાદની આગાહીના પગલે જગતના તાતનો જીવ તાળવે પહોંચી જવા પામ્યો છે.

Most Popular

To Top