Home Archive by category National

National

અત્યારે જ્યારે કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯થી વિશ્વમાં અનેક સ્થળે કેસો ઘટી રહ્યા છે અને મૃત્યુઆંક ઘટી રહ્યો છે ત્યારે અમેરિકાના એક ડોકટર અને જાણીતા વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે આ તો ફક્ત રિહર્સલ હોઇ શકે છે અને દુનિયાની અડઘી વસ્તીનો સફાયો કરી નાખે તેવો ઘાતક વાયરસ ત્રાટકી શકે છે. ડો. માઇકલ ગ્રેગર, કે જેઓ એક વૈજ્ઞાનિક […]
નવા કેસો અને મૃત્યુમાં રેકોર્ડ ઉછાળો આવતા ભારતમાં શનિવારે કોવિડ-19નો મૃત્યુઆંક 5000ને પાર ગયો હતો અને પૉઝિટિવ કેસોની સંખ્યા 1.76 લાખ થઈ હતી. દરમિયાન સરકારે કહ્યું હતું કે દેશભરમાં લાગેલા લૉકડાઉનમાંથી બહાર નીકળવાનો પ્રથમ તબક્કો 1 જૂનથી શરૂ થશે. એક્ઝિટ પ્લાન તે દિવસે સામે આવ્યો છે જ્યારે દેશમાં કોવિડ-19ના રેકોર્ડ નવા કેસો નોંધાયા છે સાથે […]
મોદી સરકારના બીજા કાર્યકાળને શનિવારે એક વર્ષ પૂર્ણ થયું. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સરકારની ઉપલબ્ધિઓ બતાવવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સરકારે આર્ટિકલ 370 ને દૂર કરવા અને ત્રિપલ તલાક અંગે કાયદા લાવવા જેવા ઘણા એતિહાસિક નિર્ણયો લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ […]
ગૃહ મંત્રાલયે લોકડાઉન 5.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર મુક્તિ આપવામાં આવશે, પરંતુ હાલના સમયે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર સંપૂર્ણપણે મુક્તિ રહેશે. આ દિશાનિર્દેશો 1 જૂનથી 30 જૂન સુધી ચાલુ રહેશે. ગૃહ મંત્રાલયે લોકડાઉન 5.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત કન્ટેન્ટ ઝોનની […]
નવસારી જિલ્લામાં લીધેલા સેમ્પલો નેગેટિવ આવતા જિલ્લામાં કોરોનાનો આંકડો 25 ઉપર સ્થિર રહ્યો છે. નવસારી જિલ્લામાં ગત 10 દિવસમાં 17 કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. જે પૈકી 14 પોઝીટીવ કેસો નવસારીમાં નોંધાયા છે. જ્યારે મુંબઈથી આવેલા 3 કેસ મહારાષ્ટ્રમાં જ નોંધવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં નવસારી ગ્રામ્યમાં 5 કેસ, નવસારી […]
વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુજ નહિ પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ […]
રાજ્યમાં આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત Windy.com વેબસાઈટ અનુસાર વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. જોકે, આ અંગેની […]
શનિવારે દિલ્હીથી મોસ્કો જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટના પાયલોટ કોરોના પોજેટીવ છે એ પાછળથી માલૂમ પડતાં તે ફલાઈટને દિલ્હી પાછી બોલાવવામાં આવી હતી. તે સમયે, ફ્લાઇટ ઉઝબેકિસ્તાન પહોંચી હતી. ખરેખર, પાઈલોટની કોરોના રિપોર્ટ ફ્લાઇટ રવાના થતાં પહેલાં તપાસવામાં આવે છે. કર્મચારીઓ ભૂલથી પાયલેટનો પોઝેટિવ રિપોર્ટ નેગેટિવ વંચાઈ ગયો અને પાઇલટને મોસ્કો મોકલ્યું હતું. સદ નસીબે […]
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો ઘરે પણ સ્વસ્થ થઈ રહ્યા છે. કેજરીવાલના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસમાં 8500 કોરોના કેસ સામે આવ્યા છે, પરંતુ ફક્ત 500 જ હોસ્પિટલમાં દાખલ છે, બાકીનાની સારવાર ઘરે થઈ રહી છે અને તોએ ત્યાંજ […]
દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ વિધિવત આગમન કરી દીધું છે. કેરળમાં વરસાદ બાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ વર્ષે વહેલું ચોમાસુ શરૂ થવાની આગાહી કરી હતી. તે મુજબ જ કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જેને જોતા ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે. જોકે હાલ […]