Home Opinion Archive by category Comments

Comments

રિલાયન્સના મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ ધનિક વેપારી છે તો એમેઝોનના જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનિક છે. થોડા સમય પહેલાં એમેઝોન કંપની ૨૦ અબજ ડોલરમાં રિલાયન્સનો રિટેઇલ બિઝનેસ ખરીદી લેવાની મંત્રણા ચલાવતી હતી. તે સોદાનું શું થયું તેની આપણને ખબર નથી; પણ દરમિયાન રિલાયન્સે ફ્યુચર ગ્રુપનો રિટેઇલ બિઝનેસ ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. ફ્યુચર […]
2017 વિધાનસભાની ચૂંટણી ગુજરાતનો રાજકીય ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહિ. વર્ષો પછી ગુજરાતમાં એવી સ્થિતિ સર્જાઈ હતી કે ગુજરાતમાં ભાજપ શાસનનાં મૂળિયાં હાલી ગયાં હતાં. અરે, ભાજપના નેતાઓ ખાનગીમાં કહેતા હતા કે આ વખતે જીતી જવાય તો ય ઘણું છે,પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી માટે એવું કહેવાય છે કે હારની બાજી જીતમાં પલટાવે અને […]
ફિલ્મ ઉદ્યોગના ડ્રગકાંડ કે હિન્દુત્વ તરફી – વિરોધી વિવાદો અને ચીન-પાકિસ્તાનના અળવીતરા કે અમેરિકાના પ્રમુખની તબિયત જેવા સમાચારોની વચ્ચે દેશની આર્થિક સ્થિતિના સમાચારો પણ વાંચતા રહેવું અને આંકડાઓ તથા સમાચારોની વચ્ચે લખાયેલી વાર્તાઓ સમજવાનો પ્રયત્ન કરવો. વળી છેલ્લા મહિનાઓમાં છપાયેલા આર્થિક સમાચારોને ક્રમશ: એક સાથે વાંચી લેવા. શકય છે દેશની વાસ્તવિક આર્થિક હાલત સમજવામાં
જ્યાં સુધી મને ખબર નથી કે સમસ્યા શું છે, ત્યાં સુધી હું તેને કેવી રીતે હલ કરી શકું? જો સમસ્યા નાની હોય તો તેની વધારે અસર થતી નથી. હા, તેને સતત અવગણવું થોડું હેરાન કરશે. પરંતુ જો સમસ્યા મોટી છે, અને તે ફક્ત મને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ અસર કરી રહી છે, તો […]
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભલામણ કરી છે કે તેમણે રાજ્યમાં મંદિરો ખોલવાં જોઈએ. તેઓ આટલી ભલામણ કરીને અટક્યા નથી. તેમણે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં પૂછ્યું છે કે, “શું હવે તમે સેક્યુલર થઈ ગયા છો? તમે હિન્દુત્વવાદી રાજકારણ કરતા હતા. મુખ્ય પ્રધાન બન્યા પછી તમે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા […]
કોવિડની અભૂતપૂર્વ અને વિશ્વવ્યાપી કટોકટીને લઈને ઘોષિત કરાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની અનેકો પર વિપરીત અસર થઈ. અનેક કરુણાંતિકાઓ પ્રકાશમાં આવી. વિસ્થાપિત શ્રમિકોની સમસ્યા આ બધામાં સૌથી પ્રગટ અને અણધારી હતી ઍમ કહી શકાય. અલબત્ત, તાજેતરમાં અગ્રણી દૈનિક ‘ઈન્ડિયન ઍક્સપ્રેસ’ દ્વારા પ્રકાશિત ઍક સંશોધન મુજબ, આ ગાળામાં બાળકોની કેટલીક સમસ્યાઓ અતિ ગંભીર કહી શકાય ઍવી છે. મહિલા […]
મહાન વિચારક લાઓત્સે કહે છે કે “જે વ્યક્તિ આગળ જવાની જીદ ન કરે અને આગળ જવાની સ્પર્ધામાં ભાગ જ ન લે તે પોતાની જાતને આપોઆપ શ્રેષ્ઠતાની યાદીમાં સ્થાન મેળવી લે છે.” જે લોકો દોડમાં સામેલ થઈ જાય છે તે આપોઆપ જ હીન બની જાય છે અને જે લોકો દોડની સ્પર્ધામાંથી બહાર નીકળી જઈને પાછળ ઊભા […]
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે થોડા દિવસ પહેલાં અમદાવાદના ત્રણ પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લીધી. આમ તો પોલીસ કમિશનર સામાન્ય સંજોગોમાં વાહનોના કાફલા અને તામજામ સાથે ફરતા હોય છે, પણ તે દિવસે કમિશનર શ્રીવાસ્તવ ખાનગી કપડામાં, ખાનગી વાહનમાં અને સામાન્ય માણસ બની પોતાનો મોબાઈલ ફોન ચોરાયો છે તેવી ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ […]
જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે કોઈ મોટા રાજકીય નેતાનું મરણ થાય તો તેનો પ્રભાવ પરિણામો પર પડ્યા વિના રહેતો નથી. ૧૯૯૦માં લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો તે વચ્ચે રાજીવ ગાંધીની હત્યા થઈ તેનો નક્કર લાભ કોંગ્રેસને મળ્યો હતો, જેને પરિણામે તેની સરકાર બની હતી. દલિત નેતા રામવિલાસ પાસવાનના મરણનો પ્રભાવ પણ બિહારનાં ચૂંટણી પરિણામો પર […]
સમાજશાસ્ત્રી મેકસ વેબરે શીખવાના અઘરાપણામાં ભૌતિક વિજ્ઞાનો કરતાં સમાજશાસ્ત્રોને વધુ અઘરા ગણાવ્યા હતા. કારણ સ્પષ્ટ હતું. ભૂગોળ, ગણિત કે ભૌતિક વિજ્ઞાનોનાં સત્ય સ્થિર છે. તેમાં લગભગ અપવાદો બાદ કરતાં કોઇ મોટા ફેરફાર થતા નથી એટલે શરૂઆતમાં થોડાં જટિલ લાગતાં સમીકરણો કે નિયમો કે કાર્યકારણના સંબંધો એક વાર સમજાઇ જાય પછી શ્રેણીબદ્ધ રીતે તે આખો જ […]