Home Opinion Archive by category Columns

Columns

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના લાખો કિસાનો જ્યારે દિલ્હીની સરહદે પહોંચી ગયા હતા ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુણે, હૈદરાબાદ અને અમદાવાદમાં કોરોનાની રસીની ખરીદી કરવા નીકળ્યા હતા. ‘ગુજરાતમિત્ર’ના કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે અફલાતૂન કટાક્ષ કર્યો હતો કે જે કિસાનો પાસે ભૂખની રસી છે, તેમની મુલાકાત લેવાની વડા પ્રધાનને ફુરસદ નથી. હકીકતમાં કિસાનોના આંદોલનની ઉપેક્ષા […]
એક દિવસ સુખ અને દુઃખ ફરવા નીકળ્યાં અને નક્કી કર્યું કે જ્યાં દુઃખ છે ત્યાં સુખ જશે અને જ્યાં સુખ છે ત્યાં દુઃખ જશે અને પછી તેઓ નક્કી કરશે કે કયાં રહેવું…. સુખ દુઃખ જુદા જુદા ઘરે ફરવા લાગ્યાં. દરેક ઘરના આંગણા બહાર ઊભા રહે,વાતો સાંભળે અને આગળ વધે. સુખીઓની વસ્તીમાં દુઃખ ગયું અને એક […]
એક ગામ હતુ અને ગામની નજીક એક કોલસાની ખાણ હતી.ગામના મોટાભાગના લોકો મજુર તરીકે આ ખાણમાં કામ કરતા અને રોજે રોજની જે મજુરી મળે તેમાંથી રોજ કરિયાણું ખરીદીને રોજ ઘરમાં ચૂલો પેટાવતા અને પોતાની અને કુટુંબીજનોની ભૂખ ભાંગતા.અને બાકીના જે થોડા પૈસા બચે તે આડા અવળા વ્યસનો ..બીડી,પાન ,તમાકુ.દારૂ,જુગારમાં વેડફી નાખતા.કાલની કોઈ ચિંતા નહિ .. […]
કોઇ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી હોય અને તેમાં ભાજપના રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકો ઊતરી પડે તેવું ભાગ્યે જ બનતું હોય છે. તા. ૧ ડિસેમ્બરે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. તેમાં મતદારોને લોભાવવા માટે ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડી છે. ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહની રેલીઓ જોઈને લાગે કે તેઓ […]
એક માણસ તૈયાર થઇ મનની દુકાનમાં શોપિંગ કરવા ગયો.મનની દુકાનમાં ઘણી ઘણી જુદી જુદી લાગણીઓ અને ભાવનાનો શણગારીને મુકવામાં આવી હતી.માણસે દુકાનમાં ચારે બાજુ નજર દોડાવી.મનની દુકાનનો દુકાનદાર અંતનો અવાજ હાજર થયો વિનયથી પૂછ્યું, ‘શું ખરીદવું છે સાહેબ??’ માણસે કહ્યું, ‘પહેલા બધું જોવા દો પછી નક્કી કરીશ….’માણસ દુકાનમાં ચારે બાજુ ફર્યો..બધી લાગણીઓ વિષે ધ્યાનથી જોયું.વિધ […]
‘એક છોકરાએ પોતાને ગમતી છોકરી પ્રત્યેના પ્રેમની વાત બીજા બે દોસ્તને કરી …વાત બે દિવસમાં બધે ફેલાઈ ગઈ અને પેલી છોકરીનું નામ ખરાબ થયું ..તેને આવીને પ્રેમ કરનાર છોકરાને લાફો માર્યો……’ ‘એક પત્નીએ પોતાના પતિ કેટલું ઓછું કમાય છે અને પોતે થોડું કમાય છે અને બંને મહેનત કરી ઘરખર્ચ માંડ માંડ પૂરો કરીએની વાત પોતાની […]
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઉપક્રમે જે ‘ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર’ નું ઉદ્ઘાટન કર્યું તેની માનવજાત પર દૂરોગામી અસરો પડવાની છે, જેની કદાચ આપણામાંના ઘણાને ખબર જ નથી. હકીકતમાં છેલ્લા બે દાયકામાં આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ જ ગઈ છે, પણ હવે તે જે ઝડપથી આગળ વધી રહી છે તે જોતાં […]
એક દિવસ એક સંત પાસે એક માણસ આવ્યો,તે જીવનથી થાકેલો લાગતો હતો. તેણે આવીને તરત કહ્યું, ‘બાપજી,મારા મનની મૂંઝવણ દૂર કરો.હું જીવનથી થાકી ગયો છું.બધા કહે છે કે ભગવાનને ભજવાથી જે માંગો તે મળે માટે હું રોજ ભગવાનની પૂજા કરી મંદિરમાં જઈ દર્શન કરી સુખ શાંતિ માંગું છું.પણ મને હજી સુધી જે માંગું તે મળ્યું […]
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કાયદાઓના વિરુદ્ધમાં ચાલી રહેલું પંજાબના કિસાનોનું આંદોલન દિવસે દિવસે શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બની ગયું છે. પંજાબના આશરે ત્રણ લાખ કિસાનો ગુરુ-શુક્ર દરમિયાન પોતાના ટ્રેક્ટરો સાથે દિલ્હીમાં પ્રવેશ કરવાના છે. તેઓ દિલ્હીના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખશે તેવા ડરે સરકાર ફફડી ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક અખબારોમાં […]
કૌશમ્બી રાજ્યમાં ઘણા ભગવાન બુદ્ધના ભક્તો હતા.પરંતુ રાજ્યની રાણી ભગવાન બુદ્ધ ને માનતી ન હતી અને તેમની લોકપ્રિયતા તેની આંખમાં કણાની જેમ ખુચતી હતી. ભગવાન બુદ્ધ વિહાર કરતા કરતા કૌશમ્બી આવ્યા ત્યારે રાણીએ તેમણે પરેશાન કરવા ,અપમાનિત કરવા પોતાના અમુક માણસોને તેમની પાછળ લગાવી દીધા. ભગવાન બુદ્ધનું અપમાન કરવાનો એક પણ મોકો તેઓ ન ચુકતા. […]