Home Archive by category Vadodara

Vadodara

વડોદરા: આજે દિવસ દરમિયાન કોરોના સંક્રમણના 72 નવા કેસો નોંધાતા કુલ આંક 22,605 ને પાર પહોંચ્યો છે. આજે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક પણ દર્દીનું મૃત્યુ જાહેર નહીં કરાતા મૃત્યુ આંક 241 પર િસ્થર રહયો છે અને 65 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો આંક 21,278 થયો છે.આજે કોરોનામાં 72 […]
વડોદરા: વડોદરા તરસાલી શરદ નગરના રહેવાસી અને VMC સ્વીમીંગ પૂલના સિનિયર કોચ વિકી જગદીશભાઈ ચૌહાણના પરિવારને અકસ્માત નડતાં પતિ વિકીભાઈ અને પત્ની રાધીકા વિકી ચૌહાણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. વડોદરાથી દ્વારકા દર્શનાર્થે તરસાલી શરદનગરના વિકી ભાઈ અને તેમના પરિવારજનો ગઈકાલે જતા હતા તે દરમિયાન મોડી રાત્રે મોરબી જિલ્લાના […]
વડોદરા; શહેરના વાસણા જકાત નાકા પાસે આવેલી સુંદર નગર સોસાયટીમાં રહેતા સત્ય આનંદકુમાર રઘુએ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સિવિલ કોન્ટ્રાક્ટર ના કામ સાથે સંકળાયેલા છે. સંતાનમાં ગ્રીષ્મા નામે એક દીકરી છે. વર્ષ 2017માં ગ્રીષ્મા ધોરણ 12 માં સારા માર્ક્સ સાથે પાસ થયેલ હોય તેણે મેડીકલ કોલેજમાં એડમિશન લેવાનું હતું તેથી […]
વડોદરા: હવે શહેરમાં જાહેરમાં કે અન્ય સ્થળે યુવતિઓની છેડતી અને હેરાન કરનાર રોમિયોની ખેર નથી. કારણકે  મહિલાઓની છેડતી અને હિંસા જેવા બનાવોને અટકાવવા માટે મહીલા પોલીસની “શી” ટીમની રચના કરવામાં આવી છે.જે “ શી” ટીમનો શુભારંભ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીલી ઝંડી ફરકાવીને કર્યો હતો. શહેરમાં અવારનવાર મહિલાઓ પર થતાં અત્યાચાર, હિંસા અને છેડતી જેવાં […]
(પ્રતિનિધિ)         વડોદરા, તા.17    ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે વડોદરાનું ન્યાય મંદિર શહેરના આત્મા સમાન છે,તેની સાથે નગરજનો ના ધબકાર જોડાયેલા છે ત્યારે ન્યાયમંદિરની ભવ્ય ઈમારતમાં શહેરની શાન સમાન સંગ્રહાલય બને તેવી લાગણી માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરીશ. ન્યાય મંદિરની ભવ્ય અને ઇતિહાસની આરસી જેવી
વડોદરા: સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યો છે. કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાનશ્રીએ આજે વર્ચ્યુઅલ શુભારંભ
વડોદરા : હાલ ચાલી રહેલ કોરોના વિધ્‍ન માં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઉજવાયો પતંગોત્‍સવ આજે મકર સંક્રાંતિના પાવન અવસર પર વહેલી સવારથી જ નાનાબાળકો સહિત મોટેરા ઓ પણ અગાસી પર પતંગ ચગાવવા માટે ધાબે ચડી ઇતિહાસમાં સૌપ્રથમ વાર સાઈલેન્‍ટ મોડ પર લોકોએ પતંગ ઉત્‍સવ ઉજવ્‍યો હતો. સરકારની ગાઈડ લાઈન નું  પાલન કરી જાંબુઘોડા વાસીઓ એ સાથપ્રસહકાર […]
વડોદરા: આવતીકાલ તા.૧૬ જાન્‍યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર -થમ હરોળના કોરોના યોદ્ધાઓને  કોવિડ રસી મૂકવાનો પ્રારંભ થશે. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં  કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ  નિર્ધારિત પ્રોટોકોલ -માણે  પૂર્ણ કરવામાંઆવી છે. આ અંગે જાણકારી આપતાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી
વડોદરા: એક તરફ કોરોના વાયરસનો માર અને બીજી તરફ તહેવારોના ટાંણે ઝડપી કમાઈ લેવાના ચક્કરમાં વેપારીઓ ગેરકાયેદસર કામ કરી રહ્નાનું હોવાનું જોવા મળે  છે. આવો જ એક ગેરકાયદેસ વેપાર  કે જેમાં નકલી ગોગલ્સ વેચવાનો ધંધો ધડમલે ચાલે છે.  ઉત્તરાણના તહેવારમાં બજારમાં પતંગ-દોરીની સાથે ચશ્માની પણ ભારે માંગ રહેતી હોય છે, આવામાં બ્રાન્ડેડ કંપનીના નામે બોગસ […]
વડોદરા: તાજેતરમાં શહેરના ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે ચપ્પુ બતાવી બે વ્યક્તિઓને લુંટી લેતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને બીચ્છુગેગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગુનાહીત ભૂતકાળ ધરાવતી લૂંટારા ત્રીપુટી પાસેથી પોલીસે ત્રણ મોબાઇલ ફોન,સ્કુટર, એટીએમ કાર્ડ,પાકીટ તથા રોકડ સહીત અડધા લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આ બંને ગુનામાં સંડોવાયેલા વધુ