Home Archive by category Gujarat

Gujarat

ગુજરાતભરમાં ૧રપ૦૦ ઝીંગાના તળાવ છે. જેમાંથી ૮૦ ટકા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા છે. અત્યારે માત્ર ૪ હજાર પોન્ડમાં જ ઝીંગાનુ ઉત્પાદન થઇ રહયું છે. કારણ કે લોકડાઉનને કારણે સીડ મળી શક્યું નથી. બીજી મોટી સમસ્યા લેબર શોર્ટેજની છે. એક હેકટરના તળાવને કારણે ૪૦થી ૪પ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મળે છે. કોવિડને કારણે […]
ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે આગામી ૪૮ થી ૭૨ કલાકમાં સાયક્લોન ડેવલપ થવાની આગાહી કરવામાં આવી હતી. આ સાથે જ સાયક્લોન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના ભાગે ખંભાતના અખાત તરફ હિટ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આશરે ૨૦૦ કિલોમીટર દૂર ૪૮ થી ૭૨ કલાકમાં એક […]
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત ચાલી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. સાથે જ ડિસ્ચાર્જનો આંકડો વધારે બતાવવા દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના જ એક નિવૃત્ત કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવે તે પહેલાં […]
સુરત: ઉનાળાની સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે યુપી, બિહાર અને મહારાષ્ટ્રના નાગપુરમાં કેરી ઉતારનારા 70 ટકા કામદારો વતને પહોંચી જતા સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં આંબા પર લાગેલી હજારો ટન કેરી બગડી જવાનો ભય ઉભો થયો છે. કેરીનો પાક ઓછો ઉતરવા સાથે તેની કિંમત ગયા વર્ષ કરતા 40 ટકા વધુ રહેતા એપીએમસીએ ચાલુ વર્ષે […]
ગુજરાત એસટી નિગમનો વહીવટ કોરોના સંક્રમણ અને લોકડાઉને ખોરવી નાંખ્યો છે. આ નિગમ ખોટ કરી રહ્યું છે અને સરકારને લોન કે ટેક્સના રૂપિયા ચૂકવી શકતું નથી ત્યારે લોકડાઉનના સમયમાં એસટી બસો બંધ રહેતાં વધુ નુકશાન કર્યું છે. એક અંદાજ પ્રમાણે એસટી નિગમે લોકડાઉનના સમયમાં રોજનું સાત કરોડ રૂપિયાનું નુકશાન કર્યું છે. એસટી કર્મચારી યુનિયનો જણાવે […]
સુરત : કોરોના મહામારીને રોકવા માટે લાગુ લોકડાઉનને પગલે હાલમાં કોઈ પણ સંજોગોમાં સરકાર સ્કૂલ, કોલેજ કે મોલ ખોલવાની સ્થિતિમાં નથી. છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં તમામ શિક્ષણ સંસ્થાનો દેશમાં બંધ છે. કેટલાંક રાજ્યોએ શરતોને આધિન સ્કૂલો ખોલવાની તૈયારી દર્શાવી છે. આ દરમિયાન એવા સમાચારો વાયરલ થયા છે કે, જુલાઈ મહિનામાં સ્કૂલ અને કોલેજો ફરીથી ખોલવાનું […]
અંબાજી ગબ્બર ખાતેના આશ્રમમાં બિરાજમાન સાયન્સ માટે પડકારરૂપ એવા છેલ્લાં 80 વર્ષથી અન્ન કે જળ લીધા વગર જીવન જીવનાર ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાની મંગળવારે બ્રહ્મલીન થયા હતા. અંબાજી ખાતે બે દિવસ માતાજીના મૃતદેહને દર્શનાથે રાખવામાં આવ્યા બાદ ગુરુવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નજીકના પરિવારજનો અને મર્યાદિત ભક્તોની હાજરીમાં ગબ્બર નજીકના તેમના આશ્રમમાં ચૂંદડીવાળા માતાજીને સમાધિ
અમદાવાદ નજીક આવેલા કોસીન્દ્રા ગામની સીમમાં ખેતરમાં એક ઓરડીમાં એકલી રહેતી મહિલાની ઘાતકી હત્યા કરી તેની આંખો ફોડી નાંખી લાશને ગોદડામાં લપેટી નજીકના કૂવામાં ફેંકી દીધી હતી. આ લાશને પોલીસે બહાર કાઢી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ નજીક કોસીન્દ્રા ગામની સીમમાં ખેતરમાં ઓરડી બાંધીને એકલી રહેતી મહિલાની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા […]
કરોનાના પ્રકોપને ફેલાતો રોકવા માટે દેશમાં ગત 25 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો 31મેના રોજ પૂરો થાય છે. રોજ 7 હજારની આસ-પાસ આવી રહેલા કેસ અને મોતની સંખ્યાને જોતા સંભાવના છે કે લોકડાઉન હજુ આગળ વધારવામાં આવી શકે છે. જોકે, એવી ચર્ચા છે કેસ, સરકાર 31મે બાદ લોકડાઉન આગલ ધારવાની સ્થિતિમાં રાજ્યો […]
અમદાવાદ શહેરમાં હાલમાં કેટલાક વિસ્તારો રેડ ઝોનમાં આવેલા છે. તો કેટલાક વિસ્તારો ગ્રીન ઝોનમાં હોવાથી ત્યાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. શહેરના બે મોટા માર્કેટ ગણાતા હાલમાં શહેરના કાલુપુર અને માધુપુરા કરિયાણા બજારને બંધ રાખવામાં આવ્યાં હતાં. જો કે, શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાતાં તેમજ કઠોળના ભાવ આસમાને પહોંચતાં આજથી કાલુપુર અને માધુપુરા હોલસેલ […]