Home Opinion Archive by category Charchapatra

Charchapatra

તા. ૧૫-૧૦-૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં. ૮ ઉપર ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં શ્રી કાર્તિકેય ભટ્ટનો ‘ઘર પરિવારમાં રાજકારણ ના લાવશો, ઝેર ના ફેલાવશો’ લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે વોટસએપ, મોબાઇલ, સોશિયલ મીડીયાની પણ અતિ ઉપયોગી મહત્વની વાત કરી પરંતુ આજે રાજકારણ કયાં નથી એ શોધવું મુશ્કેલ છે. એક કુટુંબના બે સભ્યોમાં એક ભાજપમાંથી ચૂંટણી લડે અને […]
૧૯૩૨ માં આઝાદી અગાઉ એર ઇન્ડિયાને શરૂ કરનાર તાતા ગૃપ હતું. ત્યારબાદ સરકારે તેની ખરીદી કરેલ. પરંતુ ૨૦૧૮ માં ૭૬ ટકા ભાગીદારીથી વહેંચવા ખાનગી પાર્ટીને અને ૨૪ ટકા સરકારની હિસ્સેદારીનું ડિલ તૈયાર થયું. તાતાએ ૧૦૦ ટકાની હિસ્સેદારીની ઓફર કરી સાથે સાથે એર ઇન્ડ ગો અે પણ રસ દાખવ્યો. એર ઇન્ડિયા વર્ષોથી ખોટમાં એરલાઇન્સ ચલાવતી હતી. […]
હમણાં બહાર આવેલી હકીકત પ્રમાણે સચિને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં રજીસ્ટર થયેલી કંપનીમાં તેના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્રમાણિકપણે દેશનો ટેકસ ભરવાને બદલે પત્ની તથા સસરાના નામે કરોડોનું રોકાણ કરી ટેકસ ચોરી કરી. સામાન્ય રીતે ભારત રત્નનો ખિતાબ વૃધ્ધાવસ્થાએ પહોંચેલ વ્યકિતને જ અપાય છે. કેમકે ઉંમરની આ અવસ્થાએ તેણે જીવનપર્યંત કરેલા સારા – નરસાં કામોનું […]
ગંદા પાણીથી ખદબદતા તળાવોના લીધે આસપાસના વિસ્તારમાં ફેલાતો રોગચાળો, હવાઇ અડ્ડા રેલવે સ્ટેશન સ્ટેિડયમ નજીક કરોડો રૂપિયાની કિંમતીની સરકારી જીનોને ખાનગી માલિકીની ઠરાવી દેતા ભ્રષ્ટાચારી સરકારી અમલદારો, લાઇટિંગ અને ટેલીફોનના લાખો રૂપિયાના કેબલોની ચોરી કરતી ટોળકીઓ, ગેરકાનૂની – અસામાજિક – શંકાસ્પદ પ્રવૃત્તિ માટે રાત્રે ડ્રોન ઉડાડતા માલેતુજારો, નદીની આજુબાજુમાં કુદરતી
પેટ્રોલ- ડુંગળી અને ટામેટાનાં ભાવો આસમાને. ડુંગળી લગભગ 70% શાકમાં મિકસ હોય છે તેના ભાવ પાંચ ગણા થઇ ગયા છે. સામે દિવાળી છે. સરકારને કોઇ નિસ્બત નથી લાગતી. દરરોજ 200 રૂા.નું પેટ્રોલ સામાન્યપણે ખર્ચાઇ જાય છે. પેટ્રોલ પર ટેક્ષ ઓછો કરો. ડુંગળીના નિકાસ ઓછી કરો. આગોતરા પગલા ભરો. કાળા બજારીયાને ઠેકાણે પાડો. લોકોને બધી વસ્તુમાં […]
તાજેતરમાં નવનિયુક્ત મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી રાજ્ય સેવા, પંચાયત સેવા, બોર્ડ-નિગમ, ગ્રાન્ટ ઈન એઈડ સસ્થા, મ્યુ. કોર્પોરેશન વગેરેમાં પતિ-પત્નિ અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા હોય તો પત્નિને 1 વર્ષ અને પતિને બે વર્ષ થયેલ હોય તો બંનેને એક જ સ્થળે જેમ બને તેમ સત્વરે એકત્ર કરવાનો નિર્ણય […]
બાપુ- બ્રાહ્મણ પંડિતો જો સંતપુરુષ હોય અને લોકોમાં ઉપનિષદના જ્ઞાનનો પ્રસાર કરે તો તે સારું વિદ્વત્તા અને સાધુતાનો મેળ આજકલ ઓછો જોવામાં આવે છે. તેથી આવી પ્રવૃત્તિઓ વિષે મનમાં ઉદાસીનતા રહે છે. સમજયા વિના અથવા અર્થ સમજવા છતાં કેવળ ઉચ્ચારણને ખાતર કેમ જાણે ઉચ્ચારણમાં જ પુણ્ય હોય તેમ માનીને આવા આડંબર અથવા કીર્તિને ખાતર જેઓ […]
ફિલ્મોની અને ફિલ્મ અભિનેતાઓની સમાજ પર બહુ ઊંડી અસર છે. તેથી ફિલ્મ નિર્માતા અને કલાકારોની ફિલ્મ નિર્માણવેળા જવાબદારી વધે છે. ફિલ્મ એ સમાજનું પ્રતિબિંબ છે, પરંતુ અરીસો બતાવે તેવું પ્રતિબિંબ છે કે કેમ? કોઈ પણ ફિલ્મ સમાજને મનોરંજનની સાથે એક મેસેજ છોડતી હોવી જોઈએ. ફિલ્મોમાં બતાવાતી ખરાબ બાબતો સમાજ પર એક નાકારાત્મક પ્રભાવ છોડે છે […]
શકિત ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. શાસ્ત્રોમાં નારીની મહત્તા હોવા છતાં સ્ત્રી સશકિતકરણની ઝુંબેશ અને ‘બેટી બચાવ – બેટી પઢાવ’ અભિયાન ચલાવવા છતાં સમાજમાં નાની – બાળકી ઉપર બળાત્કાર અને સ્ત્રી હિંસાના બનાવો બનતા જ રહે છે. હાલમાં બનેલા બે પ્રસંગો નારી સશકિતકરણ માટે પ્રેરણાદાયક કહી શકાય. ભોપાલમાં એક પાણી પુરીની લારી ચલાવનાર અંચકા ગુપ્તા નામની […]
પૃથ્વી પર માનવસમાજના ઉદ્‌ભવ પછી પ્રાદેશિકતા, સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરે પરિબળો દ્વારા ભિન્નતા સર્જાઇ, સભ્યતાને નામે માનવતા પર પ્રહારો થતા રહ્યા. રાજસત્તા, ધર્મઝનૂન, ગંદા રાજકારણે તેમાં વૃધ્ધિ કરી. સમુદાયોમાંની જનસંખ્યાને કારણે અલ્પ સંખ્યક, બહુસંખ્યક જેવા વર્ગભેદ રચાયા, વર્ગવિગ્રહો થયા. દેશનું વિભાજન થયું. ભારતમાં સાડા છસો વર્ષો સુધી ઇસ્લામિક શાસન રહ્યું છતાં બહુસંખ્યક