Home Archive by category Sports

Sports

ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ માટે જો રૂટની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ બુધવારે સવારે લગભગ 10.30 વાગ્યે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા. ભારત પહોંચતાની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ સીધી એ હોટલમાં પહોંચી હતી જ્યાં […]
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે સાથે જ તેમણે આ રંગભેદી ટીપ્પણીને કારણે બંધ રહેલી રમત દરમિયાન જે છ પ્રેક્ષકોને મેદાનમાંથી બહાર કાઢી મુકાયા હતા તેમને નિર્દોષ ગણાવ્યા હતા. ઇન્ટરનેશનલ […]
નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં યોજાશે. આઇપીએલના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. જો કે પીટીઆઇ દ્વારા એક અઠવાડિયા પહેલા જ આ તારીખની જાહેરાત કરી દેવાઇ હતી.આઇપીએલના ટ્વિટર હેન્ડલ પર કરાયેલી પોસ્ટ […]
દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના એવોર્ડ માટે નોમિનેશન અપાયું છે. અશ્વિન અને પંત ઉપરાંત ભારત વતી મહંમદ સિરાજ અને ટી નટરાજન પણ આ એવોર્ડ માટે રેસમાં છે. આ તમામે ઓસ્ટ્રેલિયા સામેના ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ વિજયમાં મહત્વની […]
બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ મહિનામાં બીજી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વખતે તેમને વુડલેન્ડ્સ હોસ્પિટલને બદલે કોલકાતાની એપોલો હોસ્પિટલ (APOLLO HOSPITAL)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંગુલીએ ફરીથી છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી. […]
ગોલ, તા. 25 : ભારત પ્રવાસે આવતા પહેલા ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામે અહીં રમાયેલી બીજી ટેસ્ટ સોમવારે છ વિકેટે જીતી લઇને શ્રીલંકાને તેના ઘરઆંગણે 2-0થી ક્લિનસ્વીપ કર્યું હતું. શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 124 રને ઓલઆઉટ થઇ જતાં મળેલા 164 રનના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડે 4 વિકેટના ભોગે કબજે કરી લઇને મેચ 6 વિકેટે જીતી લેવા સાથે સીરિઝ […]
નવી દિલ્હી, તા. 25 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલ સંબંધે એવા અહેવાલ આવ્યા છે કે તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફાઇનલ 18થી 22 જૂન દરમિયાન રમાડવામાં આવશે. આ પહેલા ફાઇનલ 10થી 14 જૂન દરમિયાન રમાવાની હતી. જો કે આઇસીસી દ્વારા હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલો […]
અમદાવાદ, તા. 25 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની મહત્વપૂર્ણ હરાજી પહેલા ભારતના ડોમેસ્ટિક ક્રિકેટર્સ પાસે મંગળવારથી શરૂ થઇ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટના નોકઆઉટ મેચ દરમિયાન પોતાનો પ્રભાવ પાથરવાની અંતિમ તક હશે. પહેલી ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટકની ટીમ સામે પંજાબની ટીમનો મજબૂત પડકાર હશે તો બીજી ક્વાર્ટર ફાઇનલ તમિલનાડુ અને હિમાચલ […]
નવી દિલ્હી, તા. 25 : ભારતીય ટીમના ઓપ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે હાલમાં જ સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સિડનીમાં ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે લિફ્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. અશ્વિન ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર સાથે યુટ્યૂબ ચેનલ પર એક વાતચીત દરમિયાન આ વાત કરી હતી.તેણે […]
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું રવિવારે પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું, ક્લબે જણાવ્યું હતું કે ખેલાડીઓ વિલા નોવા સામે મેચ રમવા માટે ગોયાનીયા જઇ રહ્યા હતા. ટીમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાન અચાનક રનવેના અંતે જમીન પર […]