Home Archive by category Madhya Gujarat

Madhya Gujarat

ગોધરા:  હાલોલ નગરમાં ચાલી રહેલ જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ પાડીને ૧૩ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ગાંધીનગરની વિજિલન્સની ટીમે રોકડ રકમ અને વાહન મળીને રૂપિયા 3,76,010 ના મુદ્દામાલ સાથે 15 જુગારીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધીને બે ફરાર જુગારીઓને પકડી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.હાલોલ નગરમાં આવેલ રાજુશા […]
       શહેરા: શહેરા મામલતદાર એ તાડવા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપરથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રકને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શહેરા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આવેલ જમીનમાંથી લીઝ નહીં હોવા છતાં બેરોકટોક મોટા પ્રમાણમાં સફેદ ચમકતા પથ્થરો કાઢીને ફેક્ટરી સુધી પહોંચાડીને ખનીજ ચોરો મસમોટી રકમ કમાઈ લેતા હોય છે. મોટા પ્રમાણમાં ખનીજ […]
આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શેરી શાળા ચાલી રહી છે. આવા બાળકોનું શેરી શાળાઓ માટે જરૂરી વસ્તુઓની ભેટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. ખંભાતના વિવિધ વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ […]
આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બાળકો ઘરબેઠા જ ભણતર લઈ રહ્યાં છે. જેના કારણે બાળકોમાં મોબાઇલનો વપરાશ વધ્યો છે. જેના પગલે બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે, બીજી બીજુ કોરોનામાં કામ ન મળતા બાળમજુરી પણ વધી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાળમજુરીના કેસ સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં બાળકોની માનસિક […]
નડિયાદ: નડિયાદ નજીક પીપલગ ગામે રહેતી પરણિતાને તેનો પતિ તેની સ્ત્રી મિત્રને લઇને ત્રાસ આપતો હતો અને સાસરીયાઓ પણ પુત્રવધુને માનસિક – શારિરીક ત્રાસ આપી હેરાન કરતાં હોવાથી પરણિતાએ પતિ, તેની સ્ત્રી મિત્ર અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીપલગમાં રહેતા હેતલબેનના લગ્ન વડોદરામાં રહેતા આશિષ પ્રકાશભાઇ […]
આણંદ : વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પર્યાવરણને માઠી અસર પડી છે. જળ, જમીન અને હવા પ્રદૂષણના કારણે સમગ્ર ઇક્કો સીસ્ટમ જ ખોરવાઇ ગઇ છે. જે વારંવાર આવતા વાવાઝોડા અને કમોસમી વરસાદથી અનુભવી શકાય તેમ છે. ગ્લોબલ વોર્મિંગ નહતું તે સમયે કમોસમી વરસાદ કે માવઠાને આવતા દસકાનો સમય લાગતો હતો. પરંતુ સીસ્ટમ ખોરવતા હવે તે દર […]
કાલોલ: કાલોલ શહેર પાસે આવેલા ડેરોલ સ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષોથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજને પગલે બંધ પડેલા ફાટક પાસે શનિવારે સાંજે રેલવે લાઇન ક્રોસ કરવા જતો એક યુવક ઘસમસી જતી અવધ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની કરૂણ ઘટનાને પગલે લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. […]
દાહોદ : દાહોદમાં કોરોનાના ત્રણ પોઝીટીવ દર્દી કેટલાયે સમય પછી નોંધાયા છે.બીજી તરફ ઓમિક્રોનનુ જોખમ પણ ઝળુંબી રહ્યુ છે ત્યારે દાહોદની ઝાયડસ હોસ્પીટલને ફરીથી કોરોના જંગ લડવા સુસજ્જ કરી દેવામાં આવી છે.એક આખી બિલ્ડીંગને જ ફરીથી અનામત રાખી દેવામાં આવી છે.જો કે ત્રીજી લહેર નહી આવે તેના માટે સાૈ આશાવાદી દેખાઇ રહ્યા છે. દાહોદ જિલ્લામાં […]
       સંખેડા: સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં પાણી આવી જતા તરબૂચ શક્કરટેટી કાકડી ટામેટા સહિતના પાકને નુકસાનની શક્યતા જોજવા પાસે આવેલ ઓરસંગ નદી પર આવેલ બંધ ઓવરફ્લો થવાને કારણે ઓરસંગ નદીમાં પાણીની આવક થઇ છે ઓરસંગ નદીમાં પાણી આવવાના કારણે ઓરસંગ નદી ના પટમાં થયેલા તરબૂચ સક્કર ટેટી કાકડી ટામેટા સહિતના પાકોને નુકસાન થયું […]
સિંગવડ: સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા દ્વારા ૩ ડિસેમ્બર 2021 વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા સીંગવડ બજારના મુખ્ય માર્ગો પર બેનર લઈને ફરીને વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે લોકોને જાગૃત કરવામાં આવ્યા તથા વિશ્વ વિકલાંગ ના તજજ્ઞ પંચાલ સાહેબ તથા બીઆરસી સિંગવડ સીઆરસી સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા આચાર્ય ભાભોર તથા સ્ટાફ વગેરે આ રેલીમાં ફરીને […]