Home Archive by category Opinion

Opinion

ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનો સંકલ્પ કર્યો છે.’’ ભારતના બંધારણમાં ભારતની ઓળખ સ્વતંત્ર દેશ તરીકે નથી કરવામાં આવી તે કોઇ સરતચૂક નથી, પણ બ્રિટીશરો દ્વારા કરવામાં આવેલી યોજનાનો ભાગ છે. […]
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં ઠેકાણે પાડવી તેના ચક્કરમાં અનિદ્રાનો ભોગ બને છે. જેની પાસે કંઇ જ નથી એવા નિર્ધન ભિખારીઓ પણ દાન કરે છે એ જ ખરો દાની. અતિ સર્વત્ર વજર્યતે. મર્યાદા બહારની સંપિત (યહી હૈ જીંદગી […]
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ નેશન્સની સ્થાપના 24મી ઓકટોબર 1945માં થઈ હતી. એના મુખ્ય ઉદ્દેશો વિશ્વ શાંતિ વિશ્વ કલ્યાણ આંતરરાષ્ટ્રીય સુરક્ષા આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, અસમાનતાનો અંત, માનવ અધિકારોનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના પાલનને જોવાનું
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની તાકાત ન હોય તો પણ લોન લઈને વસ્તુ લે છે. આવક ઓછી હોવાથી આ લોન તેવો ભરપાઈ નથી કરી શકતા પરીણામે તેવો ‘આપઘાત’ નો માર્ગ લે છે. મનુષ્ય એની જેટલી આવક હોય એમાં […]
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ દિકરાનો હુકમ માથે ચઢાવવો. દલિતોને અડવુ નહિ, છેટા રહેવું. ચાર રસ્તાના કુંડાળાથી દૂર રહેવું. બિલાડી આડી આવે તો પાછા ફરવું. આવા અગણિત રિવાજો અને વહેમો સદીઓથી ચાલતા આવે છે. ભુતભુવાઓ અને બાવાઓની જડીબુટ્ટી […]
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે. એ પ્રમાણેનું આચરણ ખરેખર કરવામાં આવે તો આચરણ કરનાર વ્યક્તિ સુખી થાય. આ વાતને એક જ વાક્યમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે જે […]
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ પણ નકારી ન શકાય કે આ સરકારમાં લોકોમાં સતત ભયનું વાતાવરણ રહે છે. હાલમાં જ ફરીથી પાંચ, દશ અને સો રૂપિયાની નોટો અંગે બંધ થવાની વાતો આવી રહી છે. લોકો પોતાની હાલતથી હજુ […]
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું છે કે ભારતની તાકાતની ક્યારેય પણ કિંમત ઓછી આંકી શકાય નહી. ક્રિકેટની દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે જે અશકયને શક્ય કરી બતાવે છે. ગૌરવશાળી વિજય માટે દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી ગૌરવની […]
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને જોયો અને વિચાર્યું કે અરે આ ઉંદર અહીં ક્યાંથી આવ્યો જલ્દી મારીને ભ્ગવવો પડશે,નહિ તો મારા માલને નુકસાન કરશે અને કોઈ ગ્રાહક જોઈ લેશે તો મારી દુકાનનું નામ બગડશે. દુકાનના માલિકે બધા કામ […]
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે આવીને આ ભજન કોણ ગાય છે, ભાઈ. ? અવાજ સરસ છે, ભજન પણ જાણીતું છે, મને તો ગાંધીજી યાદ આવી ગયા..! રોજ ગાઓ છો, કે પછી વાર તહેવારે..? પણ તમે દેખાતા કેમ નથી..? […]