Home Archive by category SURAT

SURAT

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષમાં ગુજરાતની હાયર સેકન્ડરી સ્કૂલોમાં પ્રવેશમાં ધાંધલ ન થાય એ માટે ખાસ કરીને અમાન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ગેરકાનૂની રીતે ધો.11માં પ્રવેશ ન મળી જાય એ માટે સમગ્ર દેશમાં કાર્યરત 62 જેટલા માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી તૈયાર કરી તમામ શિક્ષણાધિકારીઓને મોકલી આપી છે. શિક્ષણાધિકારીઓ જોગ પાઠવેલા પરિપત્રમાં […]
સુરત: 68 દિવસના લોકડાઉન પછી સુરત આરટીઓ કચેરી આજે ખુલી હતી. પ્રારંભમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે કામકાજ શરૂ થયું હતું. પરંતુ બપોરે બાર વાગ્યા પછી વાહનમાલિકોના ટોળા ઉમટી પડ્યા હતા. સવારે એચએસઆરપી ડિપાર્ટમેન્ટ દ્વારા અંગ્રેજીમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેને કારણે ગેરસમજ થતા લોકો મોટી સંખ્યામાં નંબર પ્લેટ લગાવવા આવી પહોંચ્યા હતા. હકીકતમાં વિભાગ દ્વારા જુની […]
સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી કેસો વધી રહ્યા છે. સુરત શહેરમાં અનલોક-1 લાગુ કરાતાં જ કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સાંજ સુધીમાં શહેરમાં વધુ 88 પોઝિટિવ કેસો નોંધાયા હતા. અને સુરત શહેર વિસ્તારમાં કુલ કેસનો આંકડો 1868 પર પહોંચ્યો છે. અને પોઝિટિવિટી રેશિયો 8 ટકા પર પહોંચ્યો છે. અને શહેરમાં વધુ કેસો […]
શહેરમાં આજે સવારથી નિસર્ગ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ વર્તાઈ હતી. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયાં હતાં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં વાતાવરણમાં થયેલા પલટાનું એકમાત્ર કારણ નિસર્ગ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ છે. દક્ષિણ ગુજરાત ઉપર
લોકો હવે અરજીઓ અને ફરીયાદો ઓનલાઈન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કોમન સર્વિસ પોર્ટલ digitalgujarat.gov.in અંતર્ગત ઓનલાઈન સેવાઓ પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ કોરોના વાયરસની મહામારીને જોતા સરકાર દ્વારા ચોક્ક્સ સમય મર્યાદામાં લોકોને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આ તમામ સેવાઓ ઓનલાઈન […]
સુરત : શિક્ષણ(Education) વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 30- જુન સુધી સ્કુલો(School) અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. પરંતુ ગુજરાત સરકારના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 7 જૂને વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે હવે 8 જૂનથી વેકેશન લંબાશે કે નહીં તે અંગે શિક્ષણ વિભાગ તરફથી કોઈ જાહેરાત ન કરાતાં સ્કૂલો(School) અને વાલીઓ બંને મૂંઝવણમાં છે. […]
સુરત : શહેરમાં કોરોના(Corona)ના ઘણા દર્દીઓને 15 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડે અને તેના પરિવારજનોને પણ સરકારી ક્વોરન્ટાઇનમાં જવું પડે એટલે છેક સુધી પોતોને કોરોનાનાં લક્ષણ હોવાની જાણ કરતા ન હતા. છેલ્લે જ્યારે હાલત બગડે ત્યારે તેનું નિદાન કોરોનાગ્રસ્ત તરીકે થતાં તેની સારવાર મુશ્કેલ બને છે અને જીવનું જોખમ ઊભું થાય છે. જો કે, હવે […]
અનલોક1 બાદ શહેરમાં કોરોના(Corona)ના કેસો વધતા જઈ રહ્યાં છે. સુરત(Surat) મહાનગર પાલિકા દ્વારા બુધવાર સાંજે આપવામાં આવેલ અપડેટ પ્રમાણે 24 કલાકમાં વધુ 2 ના મોત થયા હતા. આ સાથે મૃતાંક 76 પર પહોંચ્યો હતો. જ્યારે એક જ દિવસમાં 71 નવા કેસો નોંધાયા હતા. કતારગામ ઝોનના 40 વર્ષીય વિજુબેન પરમાર તથા ઉધના ઝોનનાં 61 વર્ષીય અરુણાબેન […]
શહેરમાં લોકડાઉન-4(Lockdown) વખતે સતત વધી રહેલા કોરોના(Corona)ના સંક્રમણ બાદ હવે અનલોક-1માં તો લોકો જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ કામ વગર અને કોઇ જાતની ગાઇડલાઇનનું પાલન કર્યા વગર ફરી રહ્યા છે. જેથી કોરોના પોઝિટિવનો આંક પણ ઊંચો જવા માંડ્યો છે. હવે તો 50થી વધુ કેસ જાણે સામાન્ય વાત થઇ પડી છે. ત્યારે મંગળવારે વધુ 54 […]
કોરોના(Corona) અંગે અવાર નવાર નવી ગાઈડલાઈન આવતી રહે છે. આ માર્ગદર્શિકા પ્રમાણે સારવાર કરવામાં આવી રહી છે. આજે કોરોના(Corona) અંગેની માહિતી આપતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, હવે જેમને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય તો તેઓ ઘરે પણ સારવાર લઈ શકે છે. કોરોનામાં પ્રાથમિક સારવાર તરીકે હાઈડ્રોક્લોરોક્વીન આપવામાં આવી રહી છે. જેમાં તેની અસર પણ અત્યાર […]