Home Opinion Archive by category Editorial

Editorial

તાજેતરમાં દેશના એક અગ્રણી મીડિયા ગૃહ દ્વારા એવા અહેવાલ આપવામાં આવ્યા કે ચીને આપણા અરૂણાચલ પ્રદેશમાં એક આખું ગામ વસાવી નાખ્યું છે. આ અહેવાલથી ખળભળાટ મચી ગયો. ભારત સરકારે પણ આ અહેવાલને રદીયો નથી આપ્યો પણ સાવધાનીભર્યો પ્રતિસાદ આપતા માત્ર એટલુ કહ્યું કે ભારત તેના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા દરેક પગલાં ભરે છે! આના પરથી આ […]
ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા જ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોનાના વૈશ્વિક વિસ્તરણ માટે ચીનને જવાબદાર ઠેરવતા યુએન પાસેથી કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ટ્રમ્પના દાવાઓની પુષ્ટિ કરવી મુશ્કેલ છે, પરંતુ તે નિશ્ચિત છે કે કોરોના ચીનમાં જ […]
ગુરુવારે ભારતીય શેરબજાર ઐતિહાસિક ઊંચાઇને સ્પર્શીને પ્રથમ વખત 50,000 ની સપાટીને વટાવી ગયું હતું, જોકે સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 49,625 પોઇન્ટ પર દિવસનો અંત લાવ્યો હતો. પરંતુ એક વાત ચોક્કસ છે કે સેન્સેક્સ હવે 50,000 થી થોડાક પગથિયા દૂર છે. સેન્સેક્સ ગયા વર્ષે માર્ચમાં 25,000 પર પહોંચ્યો હતો અને તે ત્યાંથી ઝડપથી આગળ વધ્યો છે. તેથી, […]
હવામાન પરિવર્તનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને પ્રદૂષણને કારણે વધતા વૈશ્વિક તાપમાનની ચિંતાઓ વ્યાપક છે તે સમયે હવામાનને લગતી કેટલીક અણધારી અને વિચિત્ર ઘટનાઓ આશ્ચર્ય પણ સર્જી રહી છે અને ચિંતાઓ પણ જન્માવી રહી છે. જ્યાં ભાગ્યે જ વરસાદ પડતો હતો તેવા પ્રદેશોમાં ભારે વરસાદ પડવો અને ગરમ પ્રદેશોમાં પણ બરફ વર્ષા જેવી […]
આખરે ચાર વર્ષ બાદ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી છૂટકારો થયો. ગુરૂવારે તા.21મી જાન્યુ., 2021થી અમેરિકામાં બાઈડન યુગનો પ્રારંભ થશે. ટ્રમ્પ બુધવારે વ્હાઈટ હાઉસથી વિદાય થઈ ગયા હતાં. જે રીતે ટ્રમ્પના કહેવા પર તેના સમર્થકો દ્વારા કેપિટલ હિલ ખાતે તોફાનો કરવામાં આવ્યા હતાં તેને પગલે અમેરિકાએ અત્યાર સુધી ભયના માહોલમાં રહેવું પડ્યું હતું અને હવે કાલથી […]
અમેરિકામાં ૪૬મા પ્રમુખની શપથવિધિ ટાણે જે સ્થિતિ સર્જાઇ તે અભૂતપૂર્વ પ્રકારની છે. આ પહેલા ભાગ્યે જ કોઇ પ્રમુખની શપથવિધિ વખતે આટલો તનાવ રહ્યો હશે. આનું કારણ વિદાય લઇ રહેલા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે અને તેમના અતિ રાષ્ટ્રવાદી અને શ્વેત શ્રેષ્ઠતાવાદી સમર્થકોએ ડહોળેલું વાતાવરણ છે. સંસદમાં મત ગણતરીની બંધારણીય વિધિ વખતે ટ્રમ્પ સમર્થકોએ જે ધમાલ મચાવી તે […]
થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા ઉછાળા પછી મોંભેર નીચે પછડાયો છે અને વિશ્વભરમાં ચર્ચાઓ જગાડનાર બિટકોઇન પરપોટો જ પુરવાર થશે કે કેમ? તેવી શંકાઓએ ફરી જોર પકડ્યું છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ છે છતાં […]
બે મહિના થઇ ગયા ખેડૂતો ખાસ કરીને પંજાબના ખેડૂતો દિલ્હીની સીમાઓ સીલ કરીને બેઠા છે. સરકાર સામે નહીં ઝૂકવાની જાણે કસમ ખાઇને નીકળેલા ખેડૂતોના આગેવાનો પોતાની માગ પર અડગ છે તો સામેની બાજુએ સરકાર પણ માનવા તૈયાર નથી. આ સરકારની એક કાર્યશૈલી રહી છે કે કેટલોય વિરોધ થાય કાયદા પરત લેવા અથવા પોતાના નિર્ણયો પર […]
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે દખલ કર્યા બાદ આ મામલો વધુ જટિલ બન્યો છે. આંદોલનકારી ખેડુતોને ડર હતો કે કોર્ટમાં જઇને બાબતો જટિલ થઈ જશે. આ કૃષિ કાયદાના આર્થિક આધારને સમજવાની જરૂર છે. સરકારના મતે, આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે, આનાથી તેમને વિકલ્પો મળશે. કૃષિ ક્ષેત્ર મુક્ત વેપારની આવક હેઠળ […]
દિલ્હીના સરહદી નાકાઓ પર એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતોના ધરણા-પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીના આ સરહદી નાકાઓ દેશભરના ખેડૂતોના આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની ચુક્યા છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. શરૂઆતમાં તો ફક્ત પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ આ આંદોલન ચલાવી રહ્યા હોય […]