Home Opinion Archive by category Editorial (Page 2)

Editorial

જે પક્ષે ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યું હોય, જે પક્ષમાંથી મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને જવાહરલાલ નહેરૂ જેવા નેતાઓ પેદા થયા હોય તેવા કોંગ્રેસ પક્ષની આજે ખસ્તાં હાલત થઈ જવા પામી છે. જે પક્ષે દેશમાં સૌથી વધુ વર્ષ રાજ કર્યું તે પક્ષ આજે ધીરેધીરે સંકોચાઈ રહ્યો છે અને તેના માટે જવાબદાર […]
દિવાળી એ પ્રકાશનો ઉત્સવ છે. દીવા પ્રગટાવવાનો ઉત્સવ છે. આપણા સાહિત્યમાં, માટીના દીવાઓનો ઉલ્લેખ આપણી કળાઓમાં વારંવાર કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં પણ આપણે જ્યારે દીવો ક્યાંક સળગતો જોતાં હોઈએ છીએ ત્યારે મનમાં એક ભાવના આવે છે અને થોડીક હળવી લાગણીઓ પણ આપણા મનમાં ઊભી થાય છે. દીવાની જ્યોતમાં એક આભા છે, ત્યાં પ્રકાશની બારીક […]
આ વર્ષનો મહત્તમ ભાગ કોવિડ-19 થી પ્રભાવિત રહ્યો છે અને તેને લીધે મધ્ય અને ગરીબ વર્ગને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. દિવાળી આવતાં આવતાં ફરી સ્થિતિ બદલાતી જોઇ શકાય છે. ઓક્ટોબર મહિનામાં કારો અને મોટરસાયકલના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. માર્કેટના જાણકારો એવું પણ કહે છે કે બજારોમાં ધનતેરસ અને દિવાળીના દિવસે વધુ વેચાણ થઇ […]
રાજકારણ કેવું હોય છે તેનો જો દાખલો જોવો હોય તો હાલમાં જ થયેલી બિહારની ચૂંટણીને જોવી જોઈએ. જે રાજકારણી બિહારની ચૂંટણીમાં ખેલાયેલા દાવપેચને જોઈને સમજી લે તો તેણે કદાચ રાજકારણમાં પાછા ફરીને જોવાનો વખત જ નહીં આવે. ભારતમાં લોકશાહી છે પરંતુ જો લોકશાહીનું ચિરહરણ કેવી રીતે કરી શકાય તેની સમજ પણ જો મેળવવી હોય તો […]
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે મોટાભાગના એક્ઝિટ પોલ્સ દ્વારા આગાહી  કરવામાં આવી હતી કે આ ચૂંટણીમાં રાજદની આગેવાની હેઠળનું મહાગઠબંધન જીતશે  અને શાસક જેડી(યુ)-ભાજપના ગઠબંધને પરાજયનો સામનો કરવો પડશે. લોકોને  પરિવર્તન જોઇએ છે, લોકો કથિત સુશાસન બાબુ નીતિશ કુમારના શાસનથી કંટાળ્યા છે  અને લાલુ પુત્ર તેજસ્વી યાદવ મુખ્યમંત્રીપદ માટે સૌથી વધુ પસંદગી
સંસદના ઉપલા ગૃહમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી સહિત ભાજપના નવ ઉમેદવારો સોમવારે બિનહરીફ ચૂંટાઇ આવતા રાજ્યસભામાં દેશના શાસક ગઠબંધન એનડીએની સ્થિતિ વધુ મજબૂત થઇ છે જેનું સંખ્યાબળ આ ગૃહમાં વધીને ૧૦૦ને વટાવી ગયું છે.બીજી બાજુ, કોંગ્રેસ કે જે સંસદના આ ઉપલા ગૃહમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતો પક્ષ હતો, તેની બેઠકો ઘટીને ૩૮ થઇ ગઇ […]
દેશનો વિકાસ થાય, નવા પ્રોજેકટ આવે અને નવી નવી સુવિધા શરૂ થાય તે જરૂરી છે. પરંતુ જ્યારે પણ કોઈ નવી સુવિધા શરૂ થાય તે શરૂ કરતાં પહેલા પૂરતો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. રાજકારણીઓ દ્વારા જે તે સુવિધા લાંબો સમય ચલાવી શકાશે કે નહીં? આ સુવિધાથી લોકોને ફાયદો થશે કે નહીં? તે તમામ મુદ્દાઓનો […]
ગયા વર્ષના અંતભાગેથી ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો થોડા મહિનાઓમાં તો આખી દુનિયામાં ફેલાઇ ગયો અને અત્યાર સુધીમાં તો તેણે લાખો લોકોના ભોગ લઇ લીધા છે અને કરોડો લોકોને ચેપગ્રસ્ત કર્યા છે, અને કેટલોક સમય મંદ રહ્યા બાદ યુરોપના દેશોમાં અને અમેરિકામાં આ ચેપના કેસો ફરી વધવા માંડ્યા છે. ભારતમાં કેસો ધીમા […]
હાલમાં લડાખ ક્ષેત્રમાં ચીન સાથે આપણા દેશને ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે અને ચીનના આક્રમક વર્તન અને એલએસી પર સૈનિકોના મોટા ખડકલાને કારણે આપણે પણ મોટા પ્રમાણમાં સૈનિકો અને શસ્ત્રોની તૈનાતી કરવી પડી છે ત્યારે એક વિશ્લેષણ અહેવાલ જણાવે છે કે લડાખ અને આખી હિમાલય પ્રદેશની આખી એલએસી પર ચીનની લશ્કરી તૈનાતી ફક્ત […]
વૈશ્વિક મની લોન્ડરિંગ અને ત્રાસવાદી ભંડોળો અંગેની છ મહત્વની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલું પાકિસ્તાન ત્રાસવાદી ભંડોળ વોચડોગ સંસ્થા એફએટીએફની ગ્રે યાદી પર ચાલુ રહ્યું છે અને આ યાદીમાંથી બહાર નીકળવાના તેના ધમપછાડા ધરાર નિષ્ફળ ગયા છે, પરંતુ આમ છતાં પણ પાકિસ્તાનના હુકમરાનોને અક્કલ આવશે કે કેમ? તે એક પ્રશ્ન જ છે. ફાયનાન્શ્યલ એકશન ટાસ્ક […]