Home Opinion Archive by category Charchapatra (Page 3)

Charchapatra

સોશ્યલ મીડિયાનું હાથવગુ રમકડું એટલે ‘સ્માર્ટ ફોન’. મોબાઇલ ઉપરથી સામા પક્ષને જેનું કામ એમને પોતના જ સ્વાર્થ માટે છે એવા મોબાઇલ ધારકોને ક્ષણિક ‘મિસ્કોલ’ લગાડી પ્રત્યુત્તરની રાહ જુએ છે. આપણને ‘મિસ્કોલ’ કરનાર વ્યકિત પૂરેપૂરો ‘મારવાડી’ કે પછી ‘કંજૂસ અમદાવાદી’ લાગ્યા વિના નથી રહેતો. આજકાલ તો સ્માર્ટફોનની ‘વોટસઅપ’ એપ્લીકેશન થકી તમામ યુઝરો જાણે ઘરબેઠી ‘ગંગાસ્નાન’ કે […]
લગ્ન એક આનંદ, પ્રમોદ અને ઉત્સાહનો પ્રસંગ છે. પરંતુ એ પોતાના પરિવારજનો અને સગાં સંબંધીઓ પૂરતો સીમિત રહે તે અત્યંત જરૂરી છે. પરંતુ હવે લગ્નનો આખો માહોલ બદલાઈ ગયો છે. પાર્ટી પ્લોટમાં જાતજાતની રોશનીથી આંખો અંજવાઈ જાય એટલું ડેકોરેશન (સજાવટ) કરવામાં આવે છે. ભોજનમાં પણ ગજા બહારનો  ખર્ચ કરવામાં આવે છે. આ બધુ તો ઠીક […]
તાજેતરમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે આ શહેરને બીજો ક્રમ હાંસિલ થયો છે. એ માટે આ સિધ્ધિ બદલ મેયરે સફાઇ કામગીરી કરતા સફાઇ કામદારોને સઘળો યશ આપ્યો છે. સતત બીજા વર્ષે સુરત શહેર બીજુ સ્વચ્છ શહેર બન્યું છે. એ માટે એસ.એમ.સી. સહિત આ શહેરના સુરતીઓને પણ મેયરે યાદ કર્યા છે. સુરતીઓ માટે આ ગર્વની ક્ષણ છે. […]
નવસારીમાં એક ગુંડાને સામાન્ય મહિલાઓએ પતાવી દીધાના સમાચાર તા. ૨૦-૧૧-૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયા છે. આ તો નવીન ઘટના બની ગઇ! જે કામ પુરુષોએ અથવા પોલીસ ખાતાએ કરવું જોઇએ તે મહિલાઓએ કરી નાંખ્યું. ઘણીવાર ન ગમતી ઘટના બને છે, ત્યારે તેમાં મુખ્ય પાત્રની ભૂતકાળની કહાણી લોકમાનસમાં ઉભરાઇ આવતી હોય છે. અને ન માનવામાં આવે એવી […]
કહેવામાં આવે છે કે આપણા દેશમાં, અન્ય દેશોની અપેક્ષાએ, કામચોરીની વૃત્તિ વધારે પ્રમાણમાં વ્યક્ત થતી જોવા મળે છે. સરકારી-અર્ધસરકારી અને ખાનગી નોકરીમાં પણ છેક નીચેથી ઉપર સુધી તમામને આ ચેપ લાગુ પડ્યો જણાય છે. પગારમાં રસ છે પણ ફરજ પ્રત્યે નિષ્ઠા નથી. વેતનના પ્રમાણમાં કામ  કરીએ તોય ઘણું. આજે સર્વત્ર નિયમિતતાનો અભાવ જોવા મળે છે. […]
 ‘જેનું જે હતું તેને તે જ મળ્યું’ જેવી ઘટનાઓ જયારે ઈતિહાસમાં બને છે ત્યારે તેને ‘કાળન્યાય’ ગણી શકાય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા અને મોગલ શહેનશાહ જહાંગીર પાસેથી વેપાર માટે પરવાનો મેળવ્યો અને તે પછી પગદંડો જમાવવા ભારતની ત્યારની પરિસ્થિતિ પારખી જઈ રાજકારણની કૂટનીતિ અજમાવી ક્રમેક્રમે આખા દેશ પર શાસન […]
એક ઊંચાઇ હાંસલ કરવી એ પણ મહેનત તથા મથામણનું કામ છે. એનાથી પણ વધુ મુશ્કેલ મળેલ ઊંચાઇ, નંબરને ટકાવી રાખવાનું છે. સૂર્યપુત્રી તાપી કિનારે વસેલ સુરત શહેરએ નીભાવી શકયું. વીસમી સદીના ઉત્તરાર્ધનું આપણું શહેર મચ્છરના ત્રાસથી બણબણતું, ગંદુ, માથા પર મેલુ ઉપાડતું અનેક રીતે અગવડો ભોગવતું શહેર, પણ, આ લખનારે જોયું છે. ધીમે ધીમે ઘણું […]
મહાપુરુષો અને સંતો સાદાઇથી જીવે છે, દીન દલિતો અને પીડિતોની ચિંતા સેવે છે અને જનસેવા કરતા રહે છે, તેમના પરિધાનમાં સાત્વિકતા દેખાય છે. ગરીબ દેશમાં તેઓ ખૂબ જ સરળતાથી આત્મીયતા સિધ્ધ કરે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ તેમના પ્રવાસમાં દરિદ્ર મહિલાની તન ઢાંકવા પૂરતી પણ વસ્ત્ર જરૂરિયાતનો અભાવ જોયો ત્યારથી જ પોતાના તન પર માત્ર સાદી પોતડી […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી અને અટકળો ચાલુ થઈ ગઈ કે તેઓ નાગરિકતા સુધારા કાયદો અને નેશનલ રજીસ્ટર ઓફ   સિટીઝન્સ કાયદા પણ પાછા ખેંચી લેશે. કૃષિ કાયદા પાછા ખેંચવા પાછળ શું કારણ હોઈ શકે?  તેની ચર્ચા ચાલુ છે, પણ નાગરિકતા સુધારા ધારા અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સની રચના દેશને ઘુસણખોરોથી બચાવવા […]
હાલમાં જ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. રાજયના સંપૂર્ણ રસાયણમુકત ખેતી કરતા પ્રથમ જિલ્લા બનવાનું સદ્‌ભાગ્ય ડાંગને પ્રાપ્ત થયું છે. સંભવત: આ બહુમાન મેળવનાર એ દેશનો પણ પ્રથમ જિલ્લો જ હશે! સમગ્ર ડાંગ પ્રદેશ અને ત્યાં વસનાર બહુસંખ્ય એવી આદિવાસી પ્રજા […]