Home Articles posted by Online Desk5
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers) સંખ્યા વધારી દીધી છે. આ અંગે વાતચીત કરતા સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જિલ્લામાં વેક્સિન માટે બાર કેન્દ્ર ચાલતા હતા. તે આવતીકાલથી પચ્ચીસ કરી દેવાયા છે. પ્રત્યેક […]
ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેની પટમાં આવી જાય તેવી સંભાવના છે. ૨૭મી જાન્યુ.ના રોજ હવામાન વિભાગ દ્વ્રારા ગુજરાતમાં આગામી 72 કલાક માટે કોલ્ડ વેવની (Cold Wave) ચેતવણી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને […]
નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક પણ નવો કેસ નહીં નોંધાતા પ્રજામાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સંઘપ્રદેશ દમણ (Daman) પ્રજાસત્તાક દિવસે જ કોરોના મુક્ત પ્રદેશ બની ગયો છે. 25 જાન્યુઆરીએ ફક્ત 1 કોરોના દર્દી સારવાર લઈ રહ્યો […]
ગુજરાતના (Gujarat) રાજકારણમાં હવે સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર (Transgender) લોકો પણ પ્રવેશ કરશે. સમગ્ર રાજ્યમાંથી 50 જેટલા ટ્રાન્સજેન્ડર બુધવારે ભાજપ (BJP) માં જોડાયા છે. રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ પણ ભાજપના સભ્ય બન્યા છે. તમામ ટ્રાન્સજેન્ડરોનું ભાજપના કાર્યાલય ખાસે પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Election)
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 72માં પ્રજાસત્તાક અને દાહન-દમણ-દીવનાં એકીકરણના એક વર્ષ પૂર્ણ થતાં નિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાની દમણનાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રશાસક પ્રફુલ પટેલે તિરંગાને (Indian Flag) સલામી આપી હતી. દાનહ-દમણ-દીવના એકીકરણની પ્રદેશવાસીઓને પ્રશાસકે શુભેચ્છા પાઠવી હતી.
સુરત (Surat) જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) સહિત કેટલાક હોમગાર્ડના જવાનો દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર ઠૂમકા મારી દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. આ કર્મચારી પાંચ જેટલી દારૂની બોટલ દારૂ પી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના (Homeguard) […]
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયભરમાં પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રવેશવંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ (Admission) માટે વધુ એક વખત મુદત વધારી 31 જાન્યુઆરી કરવામાં આવી છે. કોરોનાને પગલે આ વરસે એકેડેમિક ટર્મ ધોવાઇ ગઇ છે. લોકો પણ કોરોનાના લોકડાઉનને પગલે પોત પોતાના વતન તરફ નીકળી ગયા હતા. સેંકડો […]
સુરત: (Surat) સુરત જિલ્લા પંચાયતના સભ્ય સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે કલેક્ટરને જિલ્લામાં લગાવાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવા માંગ કરી છે. કારણકે રાત્રી દરમ્યાન વાહનની લાઈટનો પ્રકાશ હોર્ડીંગ્સ (Hoardings) ઉપર પડતા સામેના વાહન ચલાવનાર વ્યકિતની આંખ ઉપર પ્રકાશ ૫ડતા અકસ્માત થવાની શક્યતા વધુ હોય છે. બીજી તરફ કીમમાં (Kim) બનેલી ઘટનામાં જવાબદાર […]
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી દિવસોમાં ચૂંટણીની ધમધમાટ વધી જશે. ગત લોકસભાની ચૂંટણી વખતે સુરતની મતદારયાદી અપડેટ થઈ હતી. જે હવે નવી જાહેર થતાં તેમાં આ વખતે 85 હજાર મતદારોનો વધારો થયો છે. એટલે કે નવા મતદારો-યુવા મતદારોનો […]
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) લડવા માટે ઇચ્છુક દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા ભાજપના (BJP) નિરિક્ષકોએ બે દિવસ દરમિયાન તમામ વોર્ડના ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજુઆતો સાંભળવાની ઔપચારિકતા પુરી કરી દીધી હોય, હવે મોવડી મંડળ સમક્ષ રિપોર્ટ મુકાશે. આ વખતે ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ બાકીના પ્રક્રિયા માટે સમય ઘણો ઓછો હોય પક્ષ દ્વારા ફટાફટ […]