Home Articles posted by Online Desk5 (Page 2)
સુરતઃ (Surat) શહેરના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારમાં (Diamond Market) છેલ્લા ત્રણેક દિવસથી સતત પોલીસ અને વેપારી તથા દલાલોની વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આજે પણ કેટલીક ઓફિસો ખૂલતાં હીરા દલાલ અને વેપારીઓના (Brokers and traders) ટોળા જોવા મળતા મહિધરપુરા પોલીસે 13 જણાની સામે ગુનો દાખલ કર્યો હતો. કોરોનાની મહામારી ઉપર કાબુ મેળવવા રાજ્ય […]
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ કોરોના વકરી રહ્યો છે, અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ રાજકોટમાં દર્દીઓને બેડ મળતા નથી. કોરોનાની સ્થિતિ એટલી ગંભીર હોવા છતાં અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં નિધરાડ અને નવાપુરા ગામ (Nidhrad And Navapura Village) ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં હજારો મહિલાઓ ડીજેના તાલ સાથે માથે બેડા મૂકીને નીકળી હતી. ગામના ભૂવાજીના કહેવાથી બળિયા બાપજીને ટાઢા કરવા […]
સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ સુધીની સહાય આપવાની સરકારની જાહેરાત હોવા છતાં સુરત મહાનગરપાલિકામાં (Corporation) ફરજ બજાવતા અને કોરોના માં જીવ ગુમાવનાર 21 જેટલા પરિવારને સરકારી સહાય નહીં મળી હોવાની રજૂઆત સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા જિલ્લા કલેકટરને […]
સુરત: (Surat) કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય રહી છે તેવા સમયે રાજય સરકાર દ્વારા નર્સીંગ કોલેજના (Nursing College) થર્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેવા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરની વનિતા વિશ્રામ (Vanita Vishram College) નર્સિંગ કોલેજની ત્રીજા વર્ષમાં […]
અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાની કાળમુખી લહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલો ઉઠાવી રહી છે. સરકાર ખુદ રાજકીય મેળાવડા સહિત પર એક તરફ પોતે પ્રતિબંધ મૂકી તમામ આદેશોનો જનતા પર કડક અમલ કરાવી રહી છે. ત્યારે ખુદ ભાજપ (BJP) જ તેનો છેદ ઉડાવી રહી છે. ભરૂચમાં બુધવારે અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં બંગાળમાં થયેલી હિંસા સામે […]
નવસારી: (Navsari) નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખરેખર કોરોનામાં ઉઘાડો પડી ગયો છે. અત્યાર સુધી તો કોરોનાના દર્દીઓ (Patient) અને કોરોનાથી મૃતકોના આંકડામાં લોકોને આંખે પાટા બાંધી રહ્યાનું જણાતું હતું. હવે તો એક ડગલું આગળ વધીને કોરોનામાં મૃત્યુ પામેલાને પણ ડિસ્ચાર્જ લિસ્ટમાં (Discharge List) દેખાડીને સરકારને વ્હાલા થઇને કયું ઇનામ મેળવવાની હોડ લાગી છે, એ સમજાતું […]
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી (Dance) ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત વધારો’ વિષય ઉપર યોજાયેલા વેબિનારનું સંબોધતા સુરતના ડાન્સર અને કોરીયોગ્રાફર શ્રદ્ધા શાહ રાજે જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોનાથી ગભરાઇ રહ્યાં છે. બીજી તરફ કેટલાક લોકોને ધંધા – રોજગારીમાં પણ નુકસાન […]
સુરત: (Surat) કોરોનામાં હાલમાં જે વસ્તુઓની સૌથી વધુ ઘરઘથ્થુ પ્રયોગમાં કરવામાં આવે છે. તેવી તમામ વસ્તુઓના બસો થી પાંચસો ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેમાં આ ભાવ વધારો (price rise) સાચો છે કે પણ સંગ્રહખોરો દ્વારા કરાયો છે તેની કોઇ તપાસ સરકાર દ્વારા પણ કરવામાં આવી રહી નથી. કોરોનામાં વપરાતી તમામ વસ્તુઓના ભાવો બેફામ છે, […]
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને (Vijay Raghvan) કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે આવશે તેનો ખ્યાલ નથી. પરંતુ નવી લહેરોની તૈયારી શરૂ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને (Scientific Advisor to PM)કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. જે રીતે […]
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ–૧૯ની સેકન્ડ વેવને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રને પડનારી તકલીફને પહોંચી વળવા ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. જેમાં ટેક્સટાઇલ સપ્લાય ચેઇનને લગતાં તમામ સબ સેક્ટર જેવા કે યાર્ન મેન્યુફેક્ચરિંગ, યાર્ન ડીલર, વિવર ક્ષેત્રે શટલ લૂમ્સ, રેપિયર, વોટર જેટ અને એર જેટ, પ્રોસેસિંગ […]