Home Articles posted by Online Desk5 (Page 3)
ઓલ ગુજરાત વાલી મંડળ (Gujarat Wali Mandal) દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. ધોરણ 10 માં માસ પ્રામોશન આપવા બાબતે PIL કરાઈ છે. કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા (Board Exam) રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાતમાં પણ ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવે તેવી વાલી […]
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોરોના કાળમાં પોતાના સેવાયજ્ઞને આગળ ધપાવી હવે કોવિડ– ૧૯ને કારણે મૃત્યુ પામેલા લોકોની સંતાનોને નોકરી (Job) અપાવવા માટેની વ્યવસ્થા કરાશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા અને માર્ચ ર૦ર૧ની કોરોનાની બીજી લહેરમાં જે પરિવારના વડીલો
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના 29 શહેરોમાં કર્ફ્યૂ મર્યાદા પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) લાદ્યો છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ભારત સરકારના […]
સુરત: (Surat) સુરતની સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ફરજ બજાવતા 170 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ (Intern Doctors) અચાનક હડતાલ (Strike) પર ઉતરી જતા તંત્રનો જીવ અધ્ધર થયો છે. કોરોના સમયે જ્યારે સ્મીમેર હોસ્પિટલ કોવિડના દર્દીઓથી ખચાખચ છે ત્યારે જ ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતરી જતા વ્યવસ્થા ખોરવાઈ જવાની બીકે તંત્ર દોડતું થયું છે. રહેવા અને જમવાની વીઆઈપી […]
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ વિતેલા સપ્તાહથી નીચે આવતા હવે ઓકિસજન ડિમાન્ડ (Oxygen Demand) પણ ઘટવા (Reduction) લાગી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ તરખાટ મચાવી દીધો હતો. શહેર અને જિલ્લાની કુલ વસ્તીના માંડ સવાથી દોઢ ટકા લોકોને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર આરોગ્ય તંત્ર હચમચી ગયુ હતુ. પખવાડિયા પહેલા તો સુરત શહેરમાં […]
રાજપીપળા: (Rajpipla) ગુજરાત સરકારે હાલમાં જ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે. બીજી બાજુ ચાલુ વેકેશનમાં કોઈ પણ લેખિત હુકમ વિના નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને (Teachers) ડોર ટુ ડોર કોરોના સરવેની કામગીરી સોંપવા સામે રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એની સાથે સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી […]
અંકલેશ્વર: ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના (Bharuch Patel Welfare Hospital) ICU વોર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડ અને આગમાં ખાખ થઈ ગયેલી 18 જિંદગી પાછળ લાઈટર જવાબદાર હોવાના મૃતક માધવીના ભાઈ જયના વિડીયોને મીડિયાએ વાચા આપી હતી. વેન્ટિલેટર નહીં ICUમાં લાઈટરને કારણે આગ (Fire) લાગ્યાના જયના વિડીયોથી મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ એજન્સીઓએ તપાસની (Investigation) દિશા બદલી છે.
સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટો, વિવિંગ, એમ્બ્રોઇડરી એકમો, કેટલીક મિલો અને હીરાનાં કારખાનાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં બંધ પડ્યાં છે. ત્યારે મોટી સંખ્યામાં કામદારો આ વખતે વતને ગયા નથી. આવી સ્થિતિમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઇન્ટુક)એ કલેક્ટરને આવેદનપત્ર આપી જે કામદારો અને લારી-ગલ્લાવાળાઓ બેરોજગાર બન્યા છે તેઓ આધારકાર્ડ રજૂ કરે તો તેમને વિનામૂલ્યે અનાજ […]
સુરત: (Surat) કોરોનાને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (Vaccination) કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા ચાલી રહ્યાં છે. સુરત મનપા દ્વારા એક જ દિવસમાં 50 હજારથી વધુને વેક્સિન આપી શકાય તેવા આયોજનો કરવામાં આવ્યાં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી વેક્સિનનો પૂરતો જથ્થો જ આપવામાં આવતો નહી હોવાને કારણે […]
સુરત: (Surat) રાજ્યના ગૃહસચિવના જાહેરનામાનો ભંગ કરી એમ-2 (મિલેનિયમ-2) કાપડ માર્કેટમાં (Textile Market) 20થી 25 વેપારીએ દુકાન ખોલી કાપડનાં પાર્સલો અન્ય રાજ્યો માટે મોકલવાનું શરૂ કરતા બંધમાં જોડાયેલા વેપારીઓની ફરિયાદને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પોલીસ સાથે એમ-2 માર્કેટમાં પહોંચતાં વેપારીઓએ ભાગદોડ મચાવી હતી. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં મેનેજરે મૌખિક પરવાનગી આપી