National

TMCમાંથી વધુ એક સાંસદનું રાજીનામું, અત્યાર સુધી 58 MLA અને 20 લોકસભા સાંસદો અલગ થયા

મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માંથી પલાયન અવિરત ચાલુ છે. બુધવારે રાજ્યસભાના સાંસદ સુષ્મિતા દેવે પાર્ટી અને તેમના પદ બંનેમાંથી રાજીનામું આપ્યું. છેલ્લા ત્રણ દિવસમાં તૃણમૂલ કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી દીધી છે. આ પહેલા 8 જૂને, સુખેન્દુ શેખરે રાજ્યસભામાંથી રાજીનામું આપીને પાર્ટી છોડી દીધી હતી.

કુલ 22 સાંસદો પાર્ટીથી અલગ થઈ ગયા છે. 28 લોકસભા સાંસદોમાંથી 20 અને 13 રાજ્યસભા સાંસદોમાંથી 2 અલગ થયા છે. 3 જૂને બંગાળના 80 ધારાસભ્યોમાંથી 58 એ એક અલગ જૂથ બનાવ્યું. આ જૂથે ઋતબ્રતને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

દરમિયાન રાજીનામું આપનાર સુષ્મિતાએ કહ્યું, “હું હવે મુક્ત છું. મેં ટીએમસી સભ્યપદ છોડી દીધું છે. પાર્ટીએ મને રાજ્યસભા બેઠક આપી હતી. જો હું હવે પાર્ટી છોડી રહી છું તો મારે રાજ્યસભા બેઠક પણ છોડી દેવી જોઈએ. મારી પાસે કેટલાક વ્યક્તિગત અને રાજકીય કારણો છે. મને અન્ય લોકો શું કરી રહ્યા છે અથવા શું કરવાની યોજના બનાવી રહ્યા છે તેની કોઈ માહિતી નથી. હું બંગાળના રાજકારણમાં સીધી રીતે સામેલ નથી, હું આસામથી છું. હું હવે મુક્ત છું. કોંગ્રેસના સમયથી હિમંતજી સાથે મારા સારા સંબંધો રહ્યા છે. મેં ફક્ત તેમની સાથે ઔપચારિક મુલાકાત કરી હતી.

જણાવી દઈએ કે 8 જૂનના રોજ ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 એ એનડીએ સરકારને ટેકો આપવાનો નિર્ણય લીધો હતો. સાંસદ અને ભૂતપૂર્વ ટીએમસી નેતા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે સાંસદો દ્વારા સહી કરાયેલ એક પત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવ્યો હતો જેમાં અલગ સંસદીય જૂથ તરીકે બેઠક વ્યવસ્થાની વિનંતી કરવામાં આવી હતી.

ટીએમસીમાં બળવાના સમાચાર સૌપ્રથમ 3 જૂનના રોજ બહાર આવ્યા. 58 બળવાખોર ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જી જે અગાઉ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય હતા તેમને તેમના નેતા તરીકે પસંદ કર્યા. તેમણે વિધાનસભા અધ્યક્ષ રથેન્દ્ર બોઝને સમર્થન પત્ર સુપરત કર્યો જેમાં ઋતબ્રતને વિરોધ પક્ષના નેતા જાહેર કરવાની માંગ કરવામાં આવી. અધ્યક્ષે મંજૂરી આપી.

મમતા પાસે હવે ફક્ત 22 ધારાસભ્યો અને 19 સાંસદો
TMC પાસે મૂળ 28 લોકસભા સાંસદો હતા, જેમાંથી 20 અલગ થઈ ગયા છે. મમતા પાસે હવે લોકસભામાં ફક્ત 8 સાંસદો બાકી છે. રાજ્યસભાની વાત કરીએ તો 13 સાંસદોમાંથી બેએ રાજીનામું આપ્યું છે, જેનાથી ફક્ત 11 સાંસદો બાકી છે. વિધાનસભાની વાત કરીએ તો તાજેતરની ચૂંટણીઓમાં TMCએ 80 બેઠકો જીતી હતી પરંતુ ત્યારથી 58 ધારાસભ્યોએ એક અલગ જૂથ બનાવ્યું છે જેનાથી મમતા પાસે ફક્ત 22 ધારાસભ્યો બાકી છે.

Most Popular

To Top