Charchapatra

શબ્દોના ગુબ્બારા

જન્મદિવસની ઉજવણી હોય કે બીજી કોઈ ભવ્યાતિભવ્ય ઉજવણી હોય ત્યાં રંગબેરંગી ગુબ્બારા, ફુગ્ગા જોવા મળે. આકાશમાં લહેરાતા ગુબારા અનોખી અસર ઊભી કરે છે. મોંઢાથી ફુગ્ગામાં હવા ભરવામાં મજા પડી જાય! જો કે હવે હવા ભરવાના સાધન ઉપલબ્ધ છે. અંદર પાતળી હવા ભરીને હવામાં અધ્ધર ઉડાડી શકાય તેવું એક પ્રકારનું વિમાન એટલે બલૂન.  વાયુથી આકાશમાં ઊડતી એક યાંત્રિક બનાવટ એટલે વિમાન. હેલિકોપ્ટરથી પ્રવાસ કરવો હોય તો નીતિનિયમોનું પાલન કરવું જ પડે!

ફુગ્ગા કોઈ સળીથી ફોડનો પણ એક આનંદ આવે. ફુગ્ગો હાથમાં જ ફૂટે જાય ત્યારે મસ્ત અવાજ આવે! ફૂલેલા ગુબ્બારા ત્રણ-ચાર દિવસમાં તો મૂળ સ્વરૂપે આવી જાય. આજે શબ્દોના ગુબ્બારાવિષયક વાતો કરીએ તો કેટલીક વાર નવા સુધારા,  રીતરિવાજોમાં પરિવર્તન, ગલી-મહોલ્લો-ગામ-શહેર જે દેશમાં સ્વચ્છતાની વાતોની રજૂઆત કરવામાં આવે તે અને તેના ધારેલાં પરિણામ ન આવે તો પરિવર્તનની વાતો માત્ર શબ્દોના ગુબ્બારા બનીને રહી જાય છે. કોઈ પણ નવી વાતનો સ્વીકાર થવો કે અમલમાં આવવો મુશ્કેલ બાબત છે.

આ પરિસ્થિતિમાં પણ જો કોઈ એક વ્યક્તિ નક્કી કરી લે અને પોતાનાથી શરૂઆત કરે અને લોકોની નજરમાં તેની સારી અસર આવે તો પરિવર્તન આવી શકે છે. દુનિયામાં કોઈ સ્થાયી નથી, અલબત્ત પરિવર્તનને કોઈ અટકાવી શકતું નથી. કેટલાકને ઉડાઉ, પાયા વિનાની વાતો કરવામાં વધારે રસ હોય, તેનાં કોઈ પરિણામ મળતાં નથી. પરિવર્તન સંસારનો નિયમ છે, તેને અનુસરીને ચાલવામાં આવે તો તેનો સહજ સ્વીકાર શક્ય છે. સુધારાની વાતો કરીએ તો સામી વ્યક્તિ કે જાહેર સમૂહ સાંભળે તે પૂર્વશરત છે. જો કોઈ આપણી વાતો જ સાંભળવામાં રસ ન હોય તે વાતો કરવી બેકાર છે.

સૌનો સમય મૂલ્યવાન હોય, કોઈ પણ રજૂઆતમાં.સમયને ચોક્કસ ન્યાય મળવો-આપવો જ જોઈએ અને હા, જાહેર કાર્યક્રમમાં ભોજનને ન્યાય આપવાનો હોય ત્યારે કેટલાક વક્તા માઈકને પકડીને બેસી જાય એવું જોવા મળે છે. કેટલીક વાર તો હાજર રહેનારાઓ તાળીઓના ગગડાટ કરે તો પણ ખમતીધર વક્તા સમજતા નથી. એવા સમયે વકતાની વાતને કોઈ ધ્યાનમાં લેતું નથી, તેમની વાતો માત્ર અને માત્ર શબ્દોના ગુબ્બારા બનીને રહી જાય છે. સાંભળનારને ગમે કે ન ગમે પણ એવી વાતો કરીએ કે સુધારા આવી શકે. હાથમાંથી ઘડિયાળ અદૃશ્ય થઈ રહ્યાં છે, પણ મોબાઈલમાં સમય જોઈને ન્યાયપૂર્ણ વ્યવહાર કરીએ.
નવસારી   – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top