Home Articles posted by Online Desk12
તા. ૧૫-૧૦-૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં. ૮ ઉપર ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં શ્રી કાર્તિકેય ભટ્ટનો ‘ઘર પરિવારમાં રાજકારણ ના લાવશો, ઝેર ના ફેલાવશો’ લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે વોટસએપ, મોબાઇલ, સોશિયલ મીડીયાની પણ અતિ ઉપયોગી મહત્વની વાત કરી પરંતુ આજે રાજકારણ કયાં નથી એ શોધવું મુશ્કેલ છે. એક કુટુંબના બે સભ્યોમાં એક ભાજપમાંથી ચૂંટણી લડે અને […]
૧૯૩૨ માં આઝાદી અગાઉ એર ઇન્ડિયાને શરૂ કરનાર તાતા ગૃપ હતું. ત્યારબાદ સરકારે તેની ખરીદી કરેલ. પરંતુ ૨૦૧૮ માં ૭૬ ટકા ભાગીદારીથી વહેંચવા ખાનગી પાર્ટીને અને ૨૪ ટકા સરકારની હિસ્સેદારીનું ડિલ તૈયાર થયું. તાતાએ ૧૦૦ ટકાની હિસ્સેદારીની ઓફર કરી સાથે સાથે એર ઇન્ડ ગો અે પણ રસ દાખવ્યો. એર ઇન્ડિયા વર્ષોથી ખોટમાં એરલાઇન્સ ચલાવતી હતી. […]
હમણાં બહાર આવેલી હકીકત પ્રમાણે સચિને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં રજીસ્ટર થયેલી કંપનીમાં તેના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્રમાણિકપણે દેશનો ટેકસ ભરવાને બદલે પત્ની તથા સસરાના નામે કરોડોનું રોકાણ કરી ટેકસ ચોરી કરી. સામાન્ય રીતે ભારત રત્નનો ખિતાબ વૃધ્ધાવસ્થાએ પહોંચેલ વ્યકિતને જ અપાય છે. કેમકે ઉંમરની આ અવસ્થાએ તેણે જીવનપર્યંત કરેલા સારા – નરસાં કામોનું […]
ગંદા પાણીથી ખદબદતા તળાવોના લીધે આસપાસના વિસ્તારમાં ફેલાતો રોગચાળો, હવાઇ અડ્ડા રેલવે સ્ટેશન સ્ટેિડયમ નજીક કરોડો રૂપિયાની કિંમતીની સરકારી જીનોને ખાનગી માલિકીની ઠરાવી દેતા ભ્રષ્ટાચારી સરકારી અમલદારો, લાઇટિંગ અને ટેલીફોનના લાખો રૂપિયાના કેબલોની ચોરી કરતી ટોળકીઓ, ગેરકાનૂની – અસામાજિક – શંકાસ્પદ પ્રવૃત્તિ માટે રાત્રે ડ્રોન ઉડાડતા માલેતુજારો, નદીની આજુબાજુમાં કુદરતી
પેટ્રોલ- ડુંગળી અને ટામેટાનાં ભાવો આસમાને. ડુંગળી લગભગ 70% શાકમાં મિકસ હોય છે તેના ભાવ પાંચ ગણા થઇ ગયા છે. સામે દિવાળી છે. સરકારને કોઇ નિસ્બત નથી લાગતી. દરરોજ 200 રૂા.નું પેટ્રોલ સામાન્યપણે ખર્ચાઇ જાય છે. પેટ્રોલ પર ટેક્ષ ઓછો કરો. ડુંગળીના નિકાસ ઓછી કરો. આગોતરા પગલા ભરો. કાળા બજારીયાને ઠેકાણે પાડો. લોકોને બધી વસ્તુમાં […]
તાજેતરમાં નવનિયુક્ત મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી રાજ્ય સેવા, પંચાયત સેવા, બોર્ડ-નિગમ, ગ્રાન્ટ ઈન એઈડ સસ્થા, મ્યુ. કોર્પોરેશન વગેરેમાં પતિ-પત્નિ અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા હોય તો પત્નિને 1 વર્ષ અને પતિને બે વર્ષ થયેલ હોય તો બંનેને એક જ સ્થળે જેમ બને તેમ સત્વરે એકત્ર કરવાનો નિર્ણય […]
વડોદરા : શહેરના યુવાધનને ખોખલું કરી રહેલા માધક દ્રવ્યોનું વેચાણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે શહેરને નશામુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા “ મિનશન ક્લિન વડોદરા…નશામુક્ત વડોદરા” અભિયાન અંતર્ગત શહેર પોલીસ તંત્રએ સપાટો બોલાવ્યો હતો. શહેર પોલીસે આજે કારમાં એમ.ડી. મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ પોલીસ મથકોએ છ […]
વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સુતેલા 7 દિવસના નવજાત બાળકનું અપહરણ થઇ જતા પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી છે વડોદરા […]
વડોદરા : સલાઉદ્દીનના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના પણ સીટની ટીમે નિવેદન લેતા ચોકાવનારી હકીકત સપાટી પર આવી હતી. તદઉપરાંત અન્ય પરપ્રાંતિય મુસ્લિમ સંગઠનોનુે પણ અઢળક ફંડ હવાલાકાંડ દ્વારા પૂરુ પાડ્યું હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો હતો. આવતીકાલે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થશે. આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ ધર્માંતરણ અને દેશદ્રોહી પ્રવૃતિઓ આચરતો સલાઉદ્દીન શેખના કાળા […]
વડોદરા: સનરાઈઝ કોમ્પલેક્સમાં ધમધમતા કૂટણખાનામાંથી ઝડપાયેલી લલનાઓ પૈકી એક તો માત્ર સાડા બાર વર્ષની જ સગીરા મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. શહેરની સંસ્કારી નગરીની ગરિમા દિન-બ-દિન લજવાઈ રહી હોય તમ ગુનાખોરીનો રેશિયો વધુને વધુ ઊંચે જઈ રહ્યો છે. ગુરુવારની રાત્રે પીસીબીની ટીમે વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા સનરાઈઝ કોમ્પ્લેક્સના ફ્લેટ નં.205માં […]