Charchapatra

100ની નોટનું કમઠાણ

છેલ્લા થોડા વખતથી બજારમાં 100 રૂની જૂની ચલણી નોટો દુકાનદારો લેવાની ના પાડે છે.આવો અનુભવ ફકત આ લખનારને જ નહિ પણ બીજા ઘણાને થયો હશે. પ્રશ્ન એ છે કે બેન્ક સહિત આવી નોટો લેવાની આનાકાની કરનાર કયા કારણસર આમ કરે છે? શું સત્તાવાળાએ આને માટે કોઇસત્તાવાર જાહેરાત કરી છે? જો ના કરી હોય તો આવી નોટ લેવાની ના પાડનાર તેની (નોટની) કાયદેસરતાને પડકારે છે એમ કહી શકાય. આ અંગે જે તે સત્તવાલા સત્તાવાર જાહેરાત કરી સ્થિતિ સ્પષ્ટ કરે એવી તાતી જરૂરિયાત છે.
સુરત     – વિજય શાસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

એડવાન્સ વેરો અને  રીબેટ : આવ ભાઈ  હરખાં , આપણે બેય સરખાં
નવાં નાણાકીય વર્ષ ના આરંભ સાથે  એપ્રિલ માં  એડવાન્સ  વેરો ભરનાર મિલકત દારો ને  ૧૦  ટકા  રીબેટ ( વળતર) અપાશે. આ સાથે જ  કરદાતાઓ એ  એડવાન્સ વેરો ભરી  રિબેટ લીધું. પણ વેરા બીલ  નો અભ્યાસ  કરતાં  સમજાય છે કે  બધાં વેરા ની ચૂકવણી ની  કુલ  રકમ  પર  ૧૦  ટકા  રાહત  મળતી નથી . આ રાહત માત્ર  property tax  કે  કોઈ ચોક્કસ  tax પૂરતી મર્યાદિત છે.એટલે  કુલ  બિલ માંથી  નજીવી રાહત મળે છે.રિબેટ અંગેની જાહેરાત સાથે આવી ચોખવટ  વખતોવખત થવી જોઈએ.
સુરત     – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top