Vadodara

ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળામાં ચાલી રહેલી પરીક્ષામાં ગંભીર બેદરકારી :

પરીક્ષામાં પેપર ઓછા આવતા નિરીક્ષકોમાં દોડધામ :

ધો.3 થી 5 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 3 થી 5ની ચાલી રહેલી પરીક્ષામાં પેપર ઓછા આવતા ગંભીર બેદરકારી જોવા મળી હતી. જોકે શાળા સંચાલકો દ્વારા તુરત અન્ય નજીકની શાળાઓમાંથી પેપર મંગાવી પરીક્ષા સમયસર ચાલુ કરાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

દંતેશ્વર વિસ્તારમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા, પ્રતાપનગરની પ્રાથમિક શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં પેપર ઓછા પહોંચ્યા હતા. હાલ વર્ષ 2023-24ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. શાળાઓમાં પેપર ઓછા પહોંચતા તુરંત પેપર નિરીક્ષકો દ્વારા દોડીને જે તે શાળાઓ પર પેપરો પહોંચાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલી રહેલી પરીક્ષામાં છબરડો થયો હતો. ધોરણ ત્રણ થી પાંચ ની પરીક્ષાના પેપરો ઓછા આવતા મોટી અને ગંભીર બેદરકારી જોવા મળી હતી.

શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે મારી શાળામાં ધોરણ 3 ના પેપર ઓછા હતા. જે બપોરની પાડી અને નજીકની શાળામાંથી પેપર મંગાવી પરીક્ષા શરૂ કરાવી દીધી છે. મારે 10 પેપર ઓછા હતા. જે મેં ચેક કર્યા બાદ મંગાવી દીધા હતા. બપોરની સ્કૂલ અને નજીકની સિંધવાઈ માતા સ્કૂલમાંથી મંગાવેલા છે. પેપર અમારે અડધો કલાક પહેલા ખોલવાના હોય છે. જેમાં અમે ગણતરી કરી લઈએ અને ગણતરી કરતા ખબર પડી કે પેપર ઓછા છે. અને તરતજ પેપર અમારી સ્કૂલમાં આવી ગયા હતા. પરીક્ષા સમય અનુસાર શરૂ કરાવી દીધી હતી. વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડી નથી.

Most Popular

To Top