National

‘કોંગ્રેસ લોકોને ભડકાવી રહી છે’, રૂદ્રપુરમાં PM મોદીએ કહ્યું 10 વર્ષનો વિકાસ માત્ર ટ્રેલર છે

નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપુરમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. રુદ્રપુરમાં ઉત્તરાખંડના વિકાસ અને રાજ્યને લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓ વિશે વાત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે “જો ઈરાદા સાચા હોય તો પરિણામો પણ સાચા હોય છે.” વડાપ્રધાને કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડ માટે ભાજપનો પ્રેમ અને લાગણી જાણીતી છે. આપણે ઉત્તરાખંડનો વિકાસ કરીને તેને આગળ લઈ જવાનું છે. આ માટે કેન્દ્રની ભાજપ સરકાર કોઈ કસર છોડશે નહી.

ઉત્તરાખંડનો વિકાસ થઈ રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે. ત્યાં સુધી ભાજપ ન તો રોકાશે કે ન તો થાકશે. ઉત્તરાખંડનો એટલો વિકાસ છેલ્લા 10 વર્ષમાં થયો છે જેટલો આઝાદી પછીના 60-65 વર્ષમાં પણ થયો નથી.

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજવી પરિવારના રાજકુમારે જાહેરાત કરી છે કે જો દેશ ત્રીજી વખત મોદી સરકારને ચૂંટશે તો આગ લાગશે. 60 વર્ષ સુધી દેશ પર શાસન કરનારા અને 10 વર્ષ સુધી સત્તાની બહાર રહેલા લોકો હવે દેશને આગ લગાડવાની વાત કરી રહ્યા છે.

કોંગ્રેસ તુષ્ટિકરણની નીતિ અપનાવી રહી છેઃ પીએમ
વિપક્ષની ટીકા કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણના કાદવમાં એટલી લીન છે કે તે ક્યારેય રાષ્ટ્રહિત વિશે વિચારી શકતી નથી. આ કોંગ્રેસ જ ઘૂસણખોરોને પ્રોત્સાહન આપે છે. પરંતુ જ્યારે ભાજપ CAA દ્વારા મા ભારતીમાં માનનારાઓને ભારતીય નાગરિકતા આપે છે, ત્યારે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થાય છે. કટોકટીની વિચારધારા ધરાવતી કોંગ્રેસને હવે લોકશાહીમાં વિશ્વાસ નથી. તેથી હવે તે લોકોને જનાદેશ વિરુદ્ધ ભડકાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ ભારતને અસ્થિરતા અને અરાજકતા તરફ લઈ જવા માંગે છે.

ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાતનો અર્થ એ છે કે લોકોની આવક, નોકરીની તકો વધશે અને ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે.

Most Popular

To Top