Vadodara

વડોદરા : સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ જમવાના મુદ્દે મચાવ્યો હોબાળો

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઑએ હોબાળો મચાવી જમવાની ગુણવત્તા સામે ઉઠાવ્યા સવાલો

રજૂઆત બાદ ઈન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થિનીઓના આક્ષેપો ફગાવ્યા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.4

વડોદરાની પોલિટેકનિક સમરસ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. આજે વિદ્યાર્થીનીઓએ એકત્ર થઈ હોબાળો મચાવી જમવામાં જીવડા નીકળતા હોવાના આક્ષેપ લગાવી વોર્ડનને રજૂઆત કરી હતી. જોકે ઇન્ચાર્જ ચીફ વોર્ડને વિદ્યાર્થીનીઓના આક્ષેપો ફગાવ્યા હતા.

વડોદરાની પોલિટેકનિક સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ આજે આવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થિનીઓએ જમવામાં ઇયળો તેમજ ધનેરા આવતા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર સુત્રોચાર પોકારી ઇન્ચાર્જ વોર્ડનને રજૂઆત કરી હતી. ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જમવાનો ટાઈમ નિર્ધારિત હોવાથી મુશ્કેલીઓ પડતી હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે. ડરના કારણે જમવા માટે મજબૂર હોવાનું જાણવા મળ્યું હતું.

વિદ્યાર્થીની દીપ્તિએ જણાવ્યું હતું કે હું સમરસ હોસ્ટેલમાં રહું છું, અમારે પાણીની અને જમવાની સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે. જે અંગે ચીફ ઓર્ડરને રજૂઆત કરી છે પણ કોઈ નિવારણ આવ્યો નથી જમવામાં ઇયળો નીકળતી હતી જમવાની ક્વોલિટી સારી હોતી નથી શાકમાં પણ પાણી તરી આવતા હોય છે ઘણી વખત દાળ પીસ્યા વગરની હોય છે અને એ જગ્યાએ બોયઝ હોસ્ટેલમાં સારું જમવાનું આપવામાં આવી રહ્યું છે ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ આમ તો સરકાર નારા લગાવે છે કે બેટી બચાવો બાર થી પાંચ પાણી બંધ રહેશે સવારે પાણી જતું રહે છે.

ઈન્ચાર્જ ચીફ વોર્ડન હેતલબેન રાવલે જણાવ્યું હતું કે જમવાની કોઈ ફરિયાદ અમને મળી નથી પાણી માટે અહીં ત્રણ બોર છે દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે કે દરેક બ્લોકમાં 8 ઓવરહેડ ટાંકીઓ છે જે ટાઈમ ટેબલ નક્કી કર્યું છે એ મુજબ તેમને પાણી આપવામાં આવે છે 15 જગ્યા પર પીવાના પાણીના પોઇન્ટ લગાવેલા છે કાલે રાત્રે છોલે ચણા ખૂટીયા એવી ફરિયાદ થઈ હતી તો કેન્ટી નો સમય 7:00 થી 9:00 કલાકનો છે તો પણ રાત્રે 10 વાગ્યા સુધી અમે કેન્ટીન ચાલુ રકાવી છે અને તમામ છોકરીઓને ફરીથી જમવાનું બનાવીને પૂરું પાડ્યું છે કોઈને એવું નથી કહેવામાં આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે નાની મોટી ફરિયાદ હોય જમવા બાબતે તો અમે સુપરવાઇઝરને રૂબરૂ બોલાવીને એમને લેખિતમાં પણ જાણ કરીએ છીએ છોકરીઓના પણ રોજે રોજ પોતાના અભિપ્રાય રજીસ્ટર મૂક્યું છે તેમાં લેવામાં આવે છે અને એમાં નાની મોટી ફરિયાદ હોય રોજેરોજ એમનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા હોય છે તેમ ઈન્ચાર્જ ચીફ વોર્ડન હેતલબેન રાવલે જણાવ્યું હતું.

Most Popular

To Top