Charotar

આણંદ અમૂલ ડેરીનું ટર્ન ઓવર રેર્કોર્ડબ્રેક, 12,880 કરોડને પાર

પાછલા વર્ષની સરખામણીમાં 9 ટકા વધ્યું.
આણંદ સ્થિત અમૂલ ડેરીનું ટર્નઓવર રેકોર્ડબ્રેક સ્થિતિએ પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અમૂલનું ટર્નઓવર અંદાજીત રૂ.12,880 કરોડને પાર થઇ ગયું છે. આ ઉપરાંત દૂધ સંપાદનમાં પણ જબરજસ્ત વધારો છે.
આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અંદાજીત ટર્નઓવર રૂપિયા 12,880 કરોડને પાર કરી ગયો છે. આ સફળતા માટે નિયામક મંડળના સાથી મિત્રો, દૂદ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, સભાસદ ભાઈ – બહેનો તથા સંઘના મેનેજીંગ ડિરેક્ટર તથા અધિકારીઓને આભાર છે. અમૂલ ડેરીમાં વર્ષ 2023-24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું રહ્યું હતું. તેમ છતાં સંઘનો ઉથલો અંદાજીત રૂ.12,880 કરોડને પાર કરી ગયો છે. આ સિદ્ધિ પાછલા વર્ષની સરખામણીમાં અંદાજીત 9 ટકા વધારો દર્શાવે છે. આ ઉપરાંત ચાલુ વર્ષે રૂ.એક હજારથી વધુ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છીએ. જે ગત વર્ષની સરખામણીમાં 11 ટકાનો વધારો સૂચવે છે. જે અમૂલની વ્યવસાયિક કામગીરીની મજબૂતાઇ અને વિકસતી બજાર ગતિશીલતાને અનુકૂલન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.
વિપુલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમૂલે 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન સાથે મુખ્ય દૂધ સંપાદક તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર 15 ટકાનો વધારે દર્શાવે છે. આ નોંધપાત્ર વૃદ્ધિ ખેડૂતોને ટેકો આપવા અને સંઘની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અમૂલના સતત પ્રયાસોને રેખાંકિત કરી છે.

Most Popular

To Top