Vadodara

વડોદરામાં એક તરફ પાણીના ફાંફાં બીજી તરફ પૂર્વ વિસ્તારમાં માર્ગ પર નદી વહેતી થઈ

તંત્રની બેદરકારીને કારણે બાપોદ તળાવ સામે પીવાના પાણીના વાલ્વમાં લીકેજ

હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું

વડોદરામાં પૂર્વ વિસ્તારના લાખો લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. ત્યાં કોર્પોરેશનની બેદરકારીને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે. શહેરના બાપોદ તળાવ સામે પાણીના વાલ્વમાં મોડી રાત્રે લીકેજ થતા માર્ગ પર હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. જ્યારે રોડ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રાહ્ય છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં પાલિકા તંત્રની નિષ્કાળજીના પગલે વધુ એકવાર પીવાના પાણીના વાલ્વમાં લીકેજ થતા શુદ્ધ પીવાના પાણીના ફુવારા ઉડતા હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે. તેમજ પાણી વિતરણના સમયે લોપ્રેશરથી પાણી મળવાથી હજારો નાગરિકોએ હાલાકી વેઠવી પડશે.

શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દુષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણીની ના મળતું હોવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય ત્યારે કોર્પોરેશન તંત્રની નિષ્કાળજીના કારણને વારંવાર પીવાંના શુદ્ધ પાણીની લાઈનમાં ભંગાણ તેમજ વાલ્વમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઇ રહ્યો છે. નિદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઈનમાં તેમજ આવા વાલ્વમાં લીકેજના સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઇ રહ્યો હોય તે ખુબ ગંભીર બાબત છે.

Most Popular

To Top