Vadodara

નંદેસરી ઔધોગિક વસાહતમાં ટેન્કરમાંથી હાઇડ્રોકલોરિક એસિડ લીકેજ

  • અત્યંત જ્વલનશીલ એસિડ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ
  • ફાયર વિભાગે પહોંચી માટી નાખી કાબુ મેળવ્યો
  • ટેન્કર ચાલક ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી

આજરોજ નંદેસરી ઔદ્યોગિક વસાહત ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા ભારે અફરા તફરી સર્જાઇ હતી. વહેલી સવારે નંદેસરી ઔધોગિક વસાહતમાં જીજે 15 યુયુ 1169 નંબરનું હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું દરમિયાન અચાનક લીકેજ થયું હતું. ટેન્કર લીકેજ થતા ટેન્કરની અંદર ભરેલ 100 ટકા જ્વલનશીલ એસિડ રસ્તા ઉપર ઢોળાતું નજરે પડતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ટેન્કર લીકેજ થતાંની સાથે જ ટેન્કર ચાલક ટેન્કર છોડી જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ નંદેસરી ફાયર બ્રિગેડ તેમજ પોલીસને કરાતા તેઓ દોડી આવ્યા હતા અને રસ્તા ઉપર ઢોળાયેલ હાઇડ્રોક્લોરિક એસિડ ઉપર માટી તેમજ ચૂનો નાખી એસિડને ઠંડો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એસિડ ઢોળાતા રસ્તા ઉપર ધુમાડાના ગોટેગોટા નજરે ચડ્યા હતા અને રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. હાલ નંદેસરી પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top