India

LPG Rule Change: 30 દિવસનો અલ્ટીમેટમ, ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે મોટા નિયમોમાં ફેરફાર


દેશભરના LPG ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અને LPG બંને કનેક્શન ધરાવતા પરિવારો માટે હવે નવા નિયમો અમલમાં આવ્યા છે. સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા ડ્યુઅલ કનેક્શન ધરાવતા ગ્રાહકોની ઓળખ શરૂ કરવામાં આવી છે.

નવી ગાઈડલાઈન મુજબ, જે વિસ્તારોમાં PNG સેવા ઉપલબ્ધ છે અને ગ્રાહકે PNG કનેક્શન લઈ લીધું છે, તેમણે 30 દિવસની અંદર LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો LPG રિફિલ બુકિંગ બંધ થઈ શકે છે અથવા કનેક્શન રદ થવાની શક્યતા છે. સરકારે LPG અને PNGના ડેટાબેઝને એકીકૃત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી એક જ સરનામે બંને પ્રકારના કનેક્શનનો ઉપયોગ શોધી શકાય. આ પગલું ગેસ સિલિન્ડરની કાળાબજારી, ગેરવપરાશ અને જથ્થાબંધ સંગ્રહ રોકવા માટે લેવામાં આવ્યું છે

LPG ગ્રાહકો માટે e-KYC પણ ફરજિયાત બનાવવામાં આવી રહી છે. 30 જૂન 2026 પહેલાં e-KYC પૂર્ણ નહીં કરનાર ગ્રાહકોને ગેસ સબસિડી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ગ્રાહકો My LPG પોર્ટલ, મોબાઇલ એપ અથવા UMANG એપ મારફતે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ગેસ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર થયો છે. શહેરોમાં LPG રિફિલ માટેનું લૉક-ઇન પિરિયડ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ મર્યાદા 45 દિવસ સુધી રાખવામાં આવી શકે છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય ગેસના જથ્થાબંધ સંગ્રહને રોકવા અને સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.

સરકારના આ નવા નિયમોનો મુખ્ય હેતુ ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવાનો છે. તેથી LPG ગ્રાહકોએ સમયસર e-KYC પૂર્ણ કરવી અને નવા નિયમોનું પાલન કરવું જરૂરી બની ગયું છે.

Most Popular

To Top