SURAT

માતાની હવસે માસૂમનો ભોગ લીધો, સરથાણામાં પ્રેમી સાથે મળી માતાએ 3 વર્ષના બાળકની હત્યા કરી

સુરત (Surat): સરથાણા (Sarthana) ખાતે આવેલા ગઢપુર રોડ સાઈડ ઉપર એક બાંધકામ સાઈટ પર માતાએ પ્રેમી સાથે મળીને તેના ત્રણ વર્ષના બાળકની હત્યા (Murder) કરી હતી. આ અંગે રાજસ્થાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • બાળકની હત્યા કરીને લાશ બાંધકામ સાઈડના પાણીના ખાડામાં ફેંકી હતી

બનાવ અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાન બાસવાડા ખાતે રહેતી લીલા નામની મહિલા એકાદ મહિના પહેલા તેના ત્રણ વર્ષના પુત્ર કમલેશને લઈને સુરત ખાતે આવી હતી. સુરતમાં સરથાણા વિસ્તારમાં ગઢપુર રોડ પર એક બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતી હતી. જ્યાં તેનો સંપર્ક અજય સાથે થતા તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. લીલા આ પ્રેમી સાથે ભાગી જતા તેના પતિએ રાજસ્થાનના બાસવાડા ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન પોલીસે મહિલાને અને તેના પ્રેમીને પકડી પાડી હતી પરંતુ તેમની પાસે બાળક મળી આવ્યું નહોતું. જેથી બાળક અંગે પૂછપરછ કરતા લીલાએ તેના બાળકને હત્યા કરી ગઢપુરમાં જ્યાં તે કામ કરતી હતી ત્યાં પાણીના ખાડામાં તેની લાશ છુપાવી હોવાની કબુલાત કરી હતી.

રાજસ્થાન પોલીસને બાળકના હત્યાની જાણ થતા સ્થાનિક સરથાણા પોલીસની મદદ મેળવી હતી. રાજસ્થાન પોલીસે આરોપી પ્રેમી પ્રેમિકાઓ અને સરથાણા પોલીસની સાથે રાખી બનાવ વાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યાંથી પોલીસને હત્યા કરાયેલા ત્રણ વર્ષના બાળકનું મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો.

રાજસ્થાન પોલીસે ત્રણ વર્ષના બાળકનું મૃતદેહનું સુરતની હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ બાળકના મૃતદેહનો કબજો મેળવી રાજસ્થાન પરત થઈ ગયા હતા. જોકે હાલ તો આ સમગ્ર બનાવવા અંગે રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી પત્ની લીલા અને તેના પ્રેમિ અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top