National

‘રાહુલ ગાંધી પ્રેમિકા સાથે…’, કંગના રનૌતે ગાંધી પરિવાર વિશે કર્યાં બેફામ નિવેદન

નવી દિલ્હી(NewDelhi): હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) મંડી (Mandi) લોકસભા (Loksabha) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની (BJP) ઉમેદવાર કંગના રનૌતે (Kangana Ranaut) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર જોરદાર પ્રહારો કર્યા છે. તેણે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વિશે પણ વાત કરી છે. કંગનાએ ગાંધી પરિવારના બંને નેતાઓને સંજોગોનો શિકાર ગણાવ્યા છે. તેમણે આ બધા માટે તેમની માતા અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી બંનેને જવાબદાર ઠેરવ્યા છે.

કંગનાએ કહ્યું, ‘રાહુલ ગાંધી એક મહત્વાકાંક્ષી માતાના પુત્ર છે. તે સંજોગોનો શિકાર છે. તે જીવનમાં કંઈક વધુ સારું કરી શક્યા હોત, પરંતુ તેની માતાએ તેના પર રાજકારણમાં પ્રવેશવા દબાણ કર્યું. તેથી જ તે રાજકારણમાં સફળ થઈ શકયા નથી.

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ રાહુલના પારિવારિક જીવન પર પણ ટિપ્પણી કરતાં કહ્યું કે, “સાંભળવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી કોઈ મહિલાના પ્રેમમાં છે. પરંતુ તેમના લગ્ન થઈ શક્યા નહીં. ન તો તેમનો પરિવાર સ્થાયી થઈ શક્યો છે કે ન તો તેઓ કારકિર્દી બનાવી શકવા સક્ષમ છે. તેમના પર તેમના પરિવારનું દબાણ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા બાળકો છે. જેઓને બળજબરીપૂર્વક એક્ટિંગ કરવાની ફરજ પાડવામાં આવે છે. રાહુલ અને પ્રિયંકાની પણ આવી જ હાલત છે.

પ્રિયંકા ગાંધી વિશે શું કહ્યું?
કંગના રનૌતે પ્રિયંકા ગાંધીને રાહુલ ગાંધી જેવા સંજોગોનો શિકાર ગણાવ્યા હતા. કંગનાએ કહ્યું, રાહુલ અને પ્રિયંકા ગાંધી બંને સારા બાળકો છે. પરંતુ તેમની માતાએ બંનેને પરેશાન કર્યા છે. આ બંનેનું રાજકારણમાં કોઈ ભવિષ્ય નથી. હજુ સમય પસાર થયો નથી. બંનેએ તેમની માતાને જીવનમાં કંઈક સારું કરવા દેવું જોઈએ. આવી રીતે ત્રાસ ના ગુજારવો જોઈએ.

કંગના બીજેપીમાં કેમ જોડાઈ?
જ્યારે કંગના રનૌતને પૂછવામાં આવ્યું કે તે રાજનીતિ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)માં શા માટે જોડાઈ, તો તેણે કહ્યું કે ભાજપ સાથે કુદરતી જોડાણ છે. કંગનાએ કહ્યું, લોકોની સેવા કરવી દરેકની ક્ષમતા હોતી નથી. મારા સહિત દરેકના સપના હોય છે. હું 20 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતી અને શાનદાર જીવન જીવી. હું મારી જાતને એક નેતા તરીકે જોતી નથી. હું લોકોની સેવા કરવા માટે ભાજપના જોડાઈ છું. મારો ભાજપ સાથે સ્વાભાવિક લગાવ છે. હું મારા અધિકાર માટે લડવા માટે ભગવદ ગીતાના ઉપદેશોમાં વિશ્વાસ રાખું છું. હું નેતાજી સુભાષચંદ્ર બોઝનો પણ પ્રશંસક રહી છું.

Most Popular

To Top