યુવતીના ફોટા અને વીડિયોના મોર્ફ કરીને અશ્લીલ કર્યાં , ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા માટે ફેક આઇડી પણ બનાવ્યું , યુવતીને...
ભરચક એવા સુલતાનપુરા વિસ્તારની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં, ગોરવા વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો ને ઘરમાં ચોરોએ ખેલ પાડ્યો, પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા...
શહેરના ઇલેક્શન વોર્ડ નં.5મા આવેલા જાગૃતિ મહોલ્લામાં છેલ્લા દોઢેક મહિનાથી ઉભરાતી ડ્રેનેજના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવનો વારો આવ્યો ,પાલિકાની કામગીરી સામે લોકોનો...
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’માં જેઓ અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવતા હોય અને એ માટે જેમને ‘ઈમિગ્રન્ટ વિઝા’...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો...
આપણા દેશમાં જો કોઈ ગરીબ ખેડૂત તેની દસ લાખ રૂપિયાની લોન ભરપાઈ ન કરી શકે તો તેના ખેતરનું લિલામ કરવામાં આવે છે,...
નર્સરી,જુનિયર અને સિનિયર વિભાગમાં કે ધોરણ એકમાં શાળામાં પ્રવેશ મેળવવા માટે એક દોડ શરૂ થઈ ગઈ છે.વાલીઓ શાળા વિશે સમાજમાંથી,સગાંવહાલાં કે સંબંધીઓ...
ગુ. મિત્ર તા. ૨૧/૧૨/૨૦૨૪ ના સમાચાર મુજબ ૧૭ ખેડૂતો ફરી “ભૂમિહીન” ગુ. મિત્ર દૈનિક દરરોજ રેતી-માટી-ખનન, સરકારી કૌંભાડોનો પર્દાફાશ કરતું જ હોય...
અટલાદરા બરોડા સેવા કેન્દ્ર ખાતે 51 ઈશ્વરીય વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી પવિત્ર યુગલો નું ભાવનાત્મક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીયવિશ્વ...
સોશ્યલ મિડિયાનાં બાળકો પરના દુષ્પ્રભાવને ધ્યાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકારે લીધેલ નિર્ણય બાળકોના હિતમાં હોઈ અભિનંદનીય છે. આ કાયદા અનુસાર હવેથી બાળકો સોશ્યલ...
કોઈ યુવાન રોડ પર ચાલતા થાંભલે કેમ ભટકાયો? તપાસ કરીને ખ્યાલ આવ્યો કે એ દારૂની લતમાં ન હતો. સોશ્યલ મિડિયાનો વ્યસની હતો....
મારા એક જુના મિત્ર, જે અમેરિકન નાગરિક છે. તેમની પાસેથી અમેરિકન જીવનની અલકજલક સાંભળવા મળી. અમેરિકાનું ન્યૂજર્સી રાજ્ય સીનીયર સીટીજનો માટે સ્વર્ગ...
એક સિદ્ધ સાધુ હતા. વર્ષોથી ગુફામાં રહીને બસ ભગવાનનું નામસ્મરણ કરતા રહેતા અને ક્યારેક જ ગુફાની બહાર નીકળતા. આ સાધુ બાબાનું નામ...
આજે 25 ડિસેમ્બર આપણા સૌ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આપણું રાષ્ટ્ર આપણા પ્રિય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીજીની 100મી જન્મ...
તાજેતરમાં આરએસએસના વડા મોહન ભાગવત દેશમાં એકતા માટે આહ્વાન કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે દુશ્મનાવટ પેદા કરવા માટે વિભાજનકારી...
છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બાંગ્લાદેશ આપણે ત્યાં સતત ચર્ચામાં છે. સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા શેખ હસીનાએ બાંગ્લાદેશની...
હથોડા: સુરત રેલ્વે સ્ટેશનેથી ઉપડી ભરૂચ તરફ જઈ રહેલી પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો એન્જિનની બાજુનો ડબ્બો રેલવેના પાટા ઉપરથી ઉતરી જતા ટ્રેનમાં...
31મી ડીસેમ્બર અને લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી અનેક જગ્યા એ ખાદ્ય પદાર્થોનું ચેકીંગ હાથ ધરાયું વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ...
ગાયકવાડી વખતની જૂની ચેમ્બર દટાઈ ગઈ, પાલિકાના અધિકારીઓ ને ખબર જ ના પડી વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી...
ગ્રાન્ટના અભાવે રૂ.13 કરોડ નથી ચૂકવાયા: ઇન્ચાર્જ આર.એમ.ઓ. (પ્રતિનિધિ) વડોદરા તા. 24 મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલનુ દવાનું રૂપિયા 13 કરોડ...
ગાંધીનગર : રાજય સરકારે ફયુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને ડિસેમ્બર સુધી 2.85 પૈસા ટેરિફ લાગતુ હતું....
વડોદરામાં પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો ઉઠાવી જતા તકવાદી દારૂડિયા વડોદરા શહેરના ઝોન બે માં આવતા છ પોલીસ મથકમાં ચાર વર્ષ દરમિયાન...
નમો કમલમના લોકાર્પણની તકતીમાં ભાજપના હોદ્દેદારોના નામ ન હોવાથી વિવાદ થયો હતો વિરોધ ઉગ્ર બનતા 24 કલાકમાં જ તકતી હટાવી દેવામાં આવી...
વડોદરા જિલ્લામાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વડોદરા જિલ્લા કલેકટર એક્શનમાં જોવા મળ્યા હતા, જિલ્લા કલેકટરે સાગમટે નવ જેટલા નાયબ મામલતદારોની એક ઝાટકે...
હૈદરાબાદ પોલીસે મંગળવારે ‘પુષ્પા 2’ના અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં પૂછપરછ...
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક આર્મી વાન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. વાનમાં 18 સૈનિકો હતા. ઘટનામાં 15 જવાનો...
ICCએ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કર્યું. હાઇબ્રિડ મોડલમાં યોજાનારી ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. 19...
પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતની ટોચની શૂટર મનુ ભાકરની ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી ન થવાનો મુદ્દો જોર...
કોંગ્રેસે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોને સાર્વજનિક બનાવવા રોકવાના નિયમને પડકાર્યો હતો. 20 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે મતદાન મથકોના CCTV, વેબકાસ્ટિંગ...
સ્ટાફ ના અભાવે નાગરિકોને સરકારી કચેરીમાં ધરમના ધક્કા પડ્યા વર્ષ નો અંત થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી,...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે એવી શક્યતા છે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલી વાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
એટલું જ નહીં, આ વખતે શાહી સ્નાન માટે દેશભરમાંથી 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે. ડ્રોન, CCTV કેમેરા સાથે AIનો ઉપયોગ પણ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર CCTVથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે. 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં AR અને VR હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે. મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2013નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે. આ બધું તો સમજ્યા પણ હવે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, જો એટલું કરવામાં આવે તો મહાકુંભમાં મળનારું પુણ્ય ઘરેબેઠાં મળી શકે તેમ છે!
મહાકુંભને આપણે દેશનો સૌથી મોટો ધાર્મિક મેળો માનીએ છીએ. કુંભમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અલબત્ત, દરેક શ્રદ્ધાળુએ મહાકુંભનો ભાગ બનતા પહેલાં કેટલીક મૂળભૂત બાબતોને યાદ કરવાની જરૂર છે. એવી બાબતો જેને આપણે ઘણી વાર અવગણીએ છીએ. મહાકુંભમાં સ્નાન કરવાથી આપણાં પાપ તો ધોવાશે પણ આ બાબતોને નહીં અવગણીએ તો પુણ્ય મળશે, એ નક્કી છે.
સૌથી પહેલાં – જીવન આપતી નદીઓ અને સ્નાન :
કુંભ હોય કે મહાકુંભ, સંગમ કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદીઓમાં સ્નાન કરવાની ભાગદોડ વચ્ચે લોકો ઘણી વાર કેટલાક શાશ્વત નિયમોની અવગણના કરે છે. આપણા પૂર્વજોએ નદીઓમાં સ્નાન કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આજે પણ આ નિયમોની ઉપયોગિતા એટલી જ નથી પણ વધી છે.
સૌ પ્રથમ તો દેશવાસીઓની જવાબદારી છે કે જે નદીઓ આપણને જીવન આપે છે, જેને આપણે ‘મૈયા’કહીએ છીએ, જેમાં સ્નાન કરીને આપણે પવિત્રતા અનુભવીએ છીએ, તેને દરેક રીતે પ્રદૂષિત થવાથી બચાવીએ. પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને આ કરવું ખૂબ જ સરળ છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે સૌ પ્રથમ નદીના કિનારે પાણીથી સ્નાન કરવું જોઈએ અને પછી નદીમાં ડૂબકી મારવી જોઈએ (मलं प्रक्षालयेत्तीरे तत: स्नानं समाचरेत् – मेधातिथि). આજે પણ સોસાયટીઓના સ્વિમિંગ પુલમાં સીધા નહાવા પર પ્રતિબંધ છે. લોકો બહાર સ્નાન કરે છે અને પછી પૂલની અંદર કૂદે છે. કલ્પના કરો કે નદીઓમાં સ્નાન કરતી વખતે જો આવી જ શિસ્ત જાળવવામાં આવે તો તે કેવો ચમત્કાર હશે! એ પણ વિચારવા જેવું છે કે આપણે કેવો વારસો આવનારી પેઢીઓ માટે છોડવાના પક્ષમાં છીએ?
બીજી વાત છે
ઘાટની સફાઈ :
નદીઓના કિનારે પૂજા કરવી એ કુદરતી બાબત છે. જ્યારે લોકો પૂજાની બાકીની સામગ્રીને ઘાટ પર છોડી દે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. દરેક મોટા ઉત્સવ દરમિયાન ઘાટ પર ફૂલોના હાર, દીવા, અગરબત્તી જેવી વસ્તુઓના અવશેષો મોટા પાયે જોવા મળે છે. ગણેશોત્સવમાં વિસર્જનના એ દિવસો યાદ કરો. તેમના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિગત સ્તરે અને વહીવટી સ્તરે બંને.
એક ઉપાય એ છે કે આ વસ્તુઓના અવશેષોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં રેતી અથવા માટીમાં યોગ્ય રીતે દાટી દો અને તેને સમતળ કરો. આ પરંપરાગત પદ્ધતિ છે. જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં આ વસ્તુઓને વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્થળોએ અથવા માત્ર કૃત્રિમ તળાવોમાં જ ફેંકવી જોઈએ. ઉપરાંત, પૂજા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ પસંદ કરવી વધુ સારું રહેશે. પવિત્ર સ્થાનો અને નદીની આસપાસ સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે તો દુનિયા સામે આપણા સાંસ્કૃતિક વારસા અને મહાકુંભનું અદ્દભુત ચિત્ર રજૂ કરી શકાશે.
ત્રીજી વાત
પર્યાવરણ માટે કાળજી :
પર્યાવરણ સંરક્ષણ આજે સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં જો મહાકુંભ દરમિયાન આપણે દેશ અને દુનિયાને પર્યાવરણની રક્ષાનો પાઠ ભણાવી શકીએ તો બહુ મોટી વાત કહેવાય. પાણી અને જમીનના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું એ સમયની જરૂરિયાત છે.
જ્યાં પ્રવેશતા પહેલાં એક વાર બહારથી સ્નાન કરવાનો જૂનો નિયમ છે એવી પવિત્ર નદીઓને દૂષિત કરવી કેટલું યોગ્ય ગણાશે? તે વિચારવા જેવું છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે નદીઓમાં કોઈ ઝેરી અથવા હાનિકારક વસ્તુઓ ફેંકવામાં ન આવે. માણસે માત્ર પોતાના વિશે જ નહીં, માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. નદીઓ તેમનાં ઘર છે. આપણાં ઘરમાં કોઈ કચરો ફેંકે તો આપણે ચલાવી લઈએ?
એ જ રીતે, પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે ‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’ સૂત્રના રૂપમાં યાદ રાખવું પડશે. આ વેદનું કથન છે, જે કહે છે કે, “ભૂમિ આપણી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું…” અહીં માત્ર અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાને બદલે સમગ્ર પૃથ્વીને પોતાની તરીકે સ્વીકારવાનો સંદેશ છે. મહાકુંભના કાર્યક્ષેત્રમાં આવતી જમીન પર સિઝનને અનુરૂપ વૃક્ષારોપણની યોજના પણ તૈયાર કરવી જોઈએ.
મહાકુંભ જેવા મોટા ઉત્સવો કે ભીડભાડવાળા સ્થળોએ આપણી ધીરજની ઘણી વાર ખરી કસોટી થાય છે. આ કસોટી પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની રહેશે. એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી મોટા ઉત્સવો દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે લોકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય આયોજનથી કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને સરળતાથી ટાળી શકાય છે.
મોબાઈલ ફોન, આઈ-કાર્ડ અને આવશ્યક દવાઓ તમારી સાથે રાખવી જોઈએ. નાસભાગ કે અન્ય કોઈ ઈમરજન્સીના કિસ્સામાં અફવાઓથી દૂર રહેવું જોઈએ. હેલ્પ સેન્ટરના હેલ્પલાઈન નંબરો અગાઉથી સેવ કરવા જોઈએ. મુશ્કેલીના સમયમાં આ નાની-નાની વસ્તુઓ ખૂબ કામની સાબિત થાય છે.
એ સ્વીકાર્ય હકીકત છે કે કરોડો ભક્તો કુંભ અથવા મહાકુંભમાં મોટી શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી થતો આ મહામેળો આપણી ધાર્મિક માન્યતાઓ,
આ વારસાને યોગ્ય રીતે સાચવવા અને તેની ચમક જાળવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર પડશે. આ જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકે કુંભમાં જતાં દરેક શ્રધ્ધાળુએ નિભાવવી જોઈએ. આજના સમયમાં વિશ્વના નેતા તરીકે ભારતની છબી સમગ્ર વિશ્વમાં મજબૂત થઈ રહી છે.
રમતગમતનું ક્ષેત્ર હોય કે મુત્સદ્દીગીરીનું ક્ષેત્ર હોય, આર્થિક હોય કે વ્યૂહાત્મક મોરચે, વિશ્વ આપણા દેશ તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાથી અને દરેક દિશામાં વિકાસના ઝંડા લહેરાવીને આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ સમગ્ર વિશ્વને ‘વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ’નો અર્થ અને મહત્ત્વ સમજાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
છેલ્લી વાત એ છે કે મહાકુંભ એક વિશાળ ઉત્સવ જેવો છે, જેનું આયોજન દર 12 વર્ષે એક વાર થાય છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાની નજર આ તરફ રહેશે.
જેમાં મોટી સંખ્યામાં વિદેશી ભક્તો અને પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે. આ એક મોટી તક હશે જ્યારે આપણે આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાની અદભુત ઝલક સૌની સામે રજૂ કરી શકીશું. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને નિભાવવી જોઈએ. –
દિપક આસર