Life Style

સમરની HEATને સુરતીઓ કરે છે આ રીતે BEAT

સુરતમાં હવે ચામડી દઝાડતી ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. એ સાથે સુરતીઓ ગરમીથી બચવાના ફૂલ-ફૂલ આઈડિયાઝ અપનાવી રહ્યા છે. ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહીં થાય તે માટે ચા પીવાથી બચી રહ્યા છે, ઢીલા અને લાઈટ કલરના કપડા પહેરવાનું શરૂ કરી દીધું છે. વર્કઆઉટ ઓછું કરી રહ્યા છે કોઈ કોઈ તો વર્કઆઉટ કરતા નથી કારણકે ત્યારે પરસેવા વાટે શરીરનું પાણી નીકળી જાય છે. પગ પર ભીનું કપડું રાખી પડ્યા રહે છે જેનાથી શરીરનું તાપમાન ઓછું રહે છે. વળી, કેટલાંક લોકો તો ભીના મોજા પહેરીને રહે છે. કેટલાંક સુરતીઓ અત્યારે વિદેશના ઠંડા પ્રદેશ તરફ ગમન કરી રહ્યા છે. આ ઉપરાંત ગરમીથી બચવા બીજું શું હટકે કરી રહ્યા છે તે આપણે અહીં જાણીએ….

ઉનાળામાં ઘણા વીકએન્ડ સાપુતારામાં ગાળીએ છીએ: મનાલી કંથારીયા


મારુ ફેમિલી દરવર્ષે ઉનાળામાં અનુકૂળતા હોય ત્યારે વીકએન્ડમાં સાપુતારા પહોંચી જઈએ છીએ. ઉનાળામાં મને ત્યાંની આબોહવા માફક આવી ગઈ છે. આ ઉપરાંત બળબળતી ગરમીથી બચવા સિલવાસા અને માથેરાન પણ ઉપડી જતા હોઈએ છીએ. વિદેશમાં સ્વિત્ઝર્લેન્ડ, પેરિસ કે પછી ક્રુએશિયામાં ઠંડક મેળવવા જાઉં છું. જો સુરતમાં રહેવાનું થાય તો 40-42 ડિગ્રી તાપમાનથી બચવા ઘરમાં જ રહું છું. વળી, વોટરમેલનનું જ્યુસનું ખાસ સેવન કરું છું. આ ઉપરાંત હું બિલિપત્રના ફ્રૂટનું જ્યુસ પીવાનું પસંદ કરું છું જેનાથી શરીરની આખી ગરમી નીકળી જાય છે.
નવા સમર વેર કપડા અને અમ્બ્રેલાની ખરીદી કરું છું : ભારતી ચૌહાણ


ભારતીએ જણાવ્યું કે ગરમીની શરૂઆત થતા જ હું મારા અને ફેમિલી માટે સોફ્ટ કોટન કપડાની ઓનલાઈન અને ઓફલાઇન શોપિંગ કરી લઉં છું. આવા કપડાની ખરીદી કરીઅે છીએ જેથી દર વર્ષે અલગ અલગ ફેશનના કપડા પહેરવા મળે અને સાથે જ ફૂલ કલર્સ હોવાની એમાં ગરમી લાગે છે અને તે કમ્ફર્ટમાં ઉમેરો કરે છે. ઉનાળુ વેકેશનમાં મસૂરી, દહેરાદૂન, ઋષિકેશ, મનાલી, કશ્મીર,નેનિતાલ ઉપડી જાઉં છું. વળી, હું ખાસ તો શેરડીનો રસ અને રસનાનું સેવન પસંદ કરું છું. બાળકો માટે અમ્બ્રેલા લાવી રાખું છું જે સખ્ત તાપથી રક્ષણ આપે છે.
હું તો ગરમીથી બચવા આ બીજી વખત બેંગ્લોર જવાનો છું: ધિરાજ દેસાઈ


ધિરાજ અમેરિકન ફાઈનાન્શિયલ ટેકનોલોજી કમ્પનીમાં સોફ્ટવેર એન્જીનિયર છે. ધીરાજે જણાવ્યું કે
મારી જોબનો પ્રકાર એવો છે કે મારે કોઇ ફિક્સ ઓિફસમાં બેસીને કામ કરવાની જરૂર નથી, એટલે મારે સિટી ચેન્જ કરવું હોય તો મારા એ સરળ રહે છે. સુરતમાં ઠંડી અને ચોમાસામાં હજી ચાલી જાય પણ અહીંની ગરમી મને ભયાનક લાગે. બેંગ્લોરનું તાપમાન સુરત કરતા લગભગ 10 ડિગ્રી ઓછું હોય વળી, બેંગ્લોર ભારતનું IT સીટી છે એટલે હું ગરમીથી બચવા પ્લસ ત્યાં બેટર જોબ ઓપર્ચ્યુનિટીની તલાશ માટે થોડો સમય બેંગ્લોર જવાનો છું. પહેલા પણ હું સુરતની ગરમીથી છુટકારો મેળવવા બેંગ્લોર જઇ ચુક્યો છું.

Most Popular

To Top