Business

આ જાહેરાત થતાં જ વેદાંતા ગ્રુપના શેર્સની કિંમતમાં આવ્યો જબરદસ્ત ઉછાળો

નવી દિલ્હી: અનિલ અગ્રવાલની (AnilAgrawal) માલિકીનું વેદાંતા ગ્રૂપ (Vedanta) ડેટ સિક્યોરિટીઝ (Debt Securities) દ્વારા રૂ. 2,500 કરોડ એકત્ર કરશે. કંપનીના બોર્ડે આજે એટલે કે ગુરુવારે તા. 4 એપ્રિલે મળેલી બેઠકમાં ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી હતી.

કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ખાનગી પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર જારી કરીને ભંડોળ એકત્ર કરવામાં આવશે. જો કે, અબજોપતિ અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની કંપનીએ શેરબજારમાં ફાઇલિંગમાં ઉલ્લેખ કર્યો નથી કે ભંડોળનો ઉપયોગ કયા માટે કરવામાં આવશે.

અહેવાલ અનુસાર માઇનિંગ સેક્ટરની દિગ્ગજ કંપની વેદાંતાએ નાણાકીય વર્ષ 2024માં ત્રણ વખત બિન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા ભંડોળ એકત્ર કર્યું હતું.

વેદાન્તાનો શેર 3.5 ટકા વધ્યો
ડેટ સિક્યોરિટીઝ દ્વારા ભંડોળ ઊભું કરવાના સમાચાર બહાર આવ્યા બાદ વેદાંતાના શેરમાં તેજી જોવા મળી હતી. કંપનીના શેર્સની કિંમતમાં ગુરુવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 3.57 ટકાના વધારા થયો હતો. તે BSE પર શેર દીઠ રૂ. 309.20 પર ટ્રેડ કરી રહ્યા હતા.

વેદાંતાના એલ્યુમિનિયમ ઉત્પાદનમાં 4 ટકાનો વધારો થયો છે
વેદાંત લિમિટેડે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં તેનું કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 4 ટકા વધીને 5,98,000 ટન થયું છે. વેદાંતે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે FY23 ના સમાન ક્વાર્ટરમાં કંપનીનું એલ્યુમિનિયમ ઉત્પાદન 5,74,000 ટન હતું.

વેદાંતાની આર્થિક સ્થિતિ
કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 18.3 ટકા ઘટીને રૂ. 2,013 કરોડ થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર અન્ય આવક ઓછી અને ઊંચા કરને કારણે તેનો ચોખ્ખો નફો ઘટ્યો છે. કંપનીનું ચોખ્ખું વેચાણ 3.8 ટકા વધીને રૂ. 34,968 કરોડ થયું છે. વેદાંતના એબિટડા ગયા વર્ષની સરખામણીમાં 22 ટકા વધીને રૂ. 8,677 કરોડ થયા છે.

વેદાંતે ગયા વર્ષે કહ્યું હતું કે તેણે છ અલગ એકમોમાં વિભાજિત કરીને પુનર્ગઠન કરવાની યોજના બનાવી છે. વિશ્લેષકો કહે છે કે આનાથી રોકડ-તંગીવાળા જૂથની દેવાની ચિંતા હળવી થવાની શક્યતા નથી.

Most Popular

To Top