Charchapatra

શાકમાર્કેટનું અનોખું ગણિત

પાથરણાં, લારી કે દુકાન શાકમારકેટમાં જાવ એટલે ગ્રાહકને ચોક્કસ આ પ્રકારનો અનુભવ થાય જ છે. કોઇ પણ પ્રકારનું શાકભાજી હોય, ભાવ તોલ પર કહેવામાં આવે. હાલમાં ગાજર શિયાળાને કારણે ધૂમ, લારીની લારીઓ જોવા મળે. ગાજરના ઢગલા નજરે ચઢે. ત્રણેક લારીઓ પર ભાવ તપાસ્યો 1 કિલોના રૂપિયા પચાસ અને 500 ગ્રામના રૂા. 30!! આ કયા પ્રકારનું ગણિત અસ્તિત્વમાં છે. હલકા પ્રકારની પ્લાસ્ટીક કોથળી નથી વાપરવાની છતાં લગભગ દરેક લારીવાળા પાસે એ હાજર હોય જ. જે તંત્રના વિભાગમાં ઉપરોકત બાબત આવતી હોય તેમણે જરૂરી પગલાં ભરવાં જોઇએ. આસમાને પહોંચેલ શાકના ભાવ ગ્રાહક ખપતું જ લે તો આમ લુંટાઇ જાય.
સુરત     – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top