Top News

More Posts

   The Latest

Most Popular

રાજકોટ: રાજકોટના (Rajkot) ભાજપના (BJP) ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) પોલીસ વિભાગમાં ફફડાટ મચાવે તેવો એક પત્ર રાજ્ય ગૃહમંત્રી (home minister) હર્ષ સંઘવીને (Harsh sanghvi) લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં (latter) લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર (Commissioner of Police) મનોજ અગ્રવાલ (Manoj Agrawal) ડૂબેલા નાણા વસુલવામાં ટકાવારી લે છે. 15 ટકા લેખે હિસ્‍સો માગ્યાનો ફરિયાદીનો પણ આરોપ રાજકોટ પોલીસ (rajkot police) કમિશનર પર મૂકાયો છે. તેમણે એમ કહ્યું કે આવું એકવાર નહીં પણ અનેકવાર થયું છે.

રાજકોટના ભાજપના ધારા સભ્ય ગોવિંદ પટેલે પત્રમાં આરોપ લગવાતા કહ્યું કે પોલીસ ગુડં મવાલીની જેમ ઉઘરાણી કરે છે. આ કિસ્‍સામાં ચીટીંગની FIR ન નોંધી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્‍સો માંગી નાણા વસૂલ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોવિંદ પટેલનો આક્ષેપ છે કે, કોઇની ઉઘરાણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય. તેવા સંજોગોમાં પોલીસ ઉઘરાણીના હવાલા સંભાળે છે! જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્‍સો માંગવામાં આવે છે આ મામલામાં પણ એવું જ થયું છે હવાલાના 15 ટકાની ઉઘરાણીમાંથી 30 લાખ લેવાના બાકી રહેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી લીધા બાદ વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા હોવાનો ખળભળાટ મચાવતો પત્ર રાજકોટના ધારસભ્‍ય ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્‍યો છે.

શું છે 15 ટકાની ઉઘરાણી
રાજકોટના મહેશ સખીયા સાથે આઠ માસ પહેલા 15 કરોડનું  ચીટીંગ થયું હતું.  પરંતુ પોલીસે આ મામલે FIR નહોતી ફાડી. પોલીસે ઉઘરાણીના રુપિયામાં 15 ટકા હિસ્સો માગ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને 7 કરોડ પરત અપાવ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આરોપ લગાવતા પત્રમાં એમ પણ જણાવ્યુ છે કે તેઓ પીઆઇ થકી ઉઘરાણી કરાવે છે. મહેશ સખીયા સાથે થયેલી છેતરપિંડી મામલે 75 લાખ રુપિયાની પીઆઇ થકી ઉઘરાણી કરાવી હતી. તો બીજી તરફ એમ પણ આરોપ લગાવ્યો કેપીઆઇએ ફોન થકી FIR કરીને આરોપીને પકડવાની વાતો કરે છે.

To Top