ટેમ્પોમાં ખોટી નંબર પ્લેટ લગાવી નારિયેળના છોડાંની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો

પારડી(Pardi) : પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ (Chackpost)પાસેથી નારિયેળના વેસ્ટની આડમાં રૂ. 4 લાખના દારૂના (Alcohol) જથ્થા સાથે એક આરોપીને પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસ મથકના પીએસઆઇ (PSI) કે.એમ.બેરીયા અને આર.જી.મહેતા પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે દમણથી આવતો એક સફેદ કલરનો ટેમ્પોને રોકી તપાસ કરી હતી.

ટેમ્પામાં નાળિયેરના વેસ્ટની આડમાં ગેરકાયદે લઇ જતા ૯૦ બોક્સમાં ૨૯૮૮ બોટલ દારૂનો જથ્થો જેની કિં.રૂ.4.06 લાખ સાથે જિજ્ઞેશ જયંતી પટેલને ઝડપી પાડ્યો હતો. રૂ. 3 લાખનો ટેમ્પો કબ્જે કર્યો હતો. પોલીસે આર.સી. બુકની ઝેરોક્ષ ચેક કરતા ટેમ્પોનો નંબર જીજે-૧૯ – યુ -૧૫૫૫ હોવાનું જણાઈ આવ્યું હતું. ખોટી નંબર પ્લેટ લગાવી હતી. દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો પ્રિતેશ ઉર્ફે કાલુ અશોક પટેલમાં આપ્યો હતો. તે બોરલાઈ ઈંટના ભઠ્ઠા આગળ મૂકવા જણાવ્યું હોવાનું ઝડપાયેલા આરોપીએ કબુલ્યું હતું. પારડી પોલીસે બંને સામે ગુનો નોંધી પ્રિતેશને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

બોરીયાય ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ૨૮ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક સ્વીફ્ટ કાર ને રોકી તપાસ કરતા તેમાંથી ૨૮,૮૦૦ રૂપિયાની વિદેશી દારૂની ૧૯૨ નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે માંડવી તાલુકાના બોઢાન ગામે મારવાડી બજારમાં રહેતા ધવલભાઈ શૈલેશભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે ધવલભાઈની પૂછપરછ કરતા વલસાડ પારડી તાલુકાના દેગામ કણબીવાડ કરૈયામાં રહેતા રાજેશભાઈ ઠાકોરભાઈ પટેલે દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે રાજેશભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત ૧૫ હજારનો મોબાઈલ અને ૩ લાખની કાર મળી કુલ્લે ૩,૪૩,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ કે.એલ. પટણીએ હાથ ધરી છે.

Most Popular

To Top