SURAT

વરાછાની શરમજનક ઘટના, બધા ઊંઘી જાય પછી રાત્રે અગાસી પરથી સાવકો પિતા આવતો અને દીકરી સાથે…

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં 13 વર્ષની સાવકી દીકરી ઉપર નરાધમ પિતાએ ત્રણથી ચાર વખત બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ અંગે દીકરીએ તેની માતાને જાણ કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.

  • વરાછામાં 13 વર્ષની સાવકી દિકરી ઉપર બળાત્કાર કરનાર નરાધમ પિતાની ધરપકડ
  • સાવકી દિકરી સાથે ચાર-પાંચ વખત બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધનું કૃત્ય આચર્યું

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ બિહારના મુજફ્ફરનગરની વતની અને હાલ સુરત વરાછા વિસ્તારમાં રહેતી મહિલા વરાછા જગદીશનગર ખાતે સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે. મહિલાને તેના પહેલાં પતિ થકી બે દિકરી છે. ત્યાર બાદ તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી ગયો હતો. મહિલાના ભાઇ-ભાભી સુરતમાં રહેતા હોવાથી મહિલા પોતાની દિકરીઓ સાથે સુરતમાં રહેવા આવી ગઈ હતી.

સુરતમાં તેની સાથે કામ કરતા રામેશ્વર આશારામ કુશ્વાહ સાથે પરીચય થયો હતો. અને તેની સાથે દશેક વર્ષથી લગ્ન કરી લીધા હતા. તેનાથી તેને સંતાનમાં બે દિકરા છે. તેની 13 વર્ષની દિકરી તેનાથી નાની દિકરી અને બે નાના બાળકો તથા પતિ રામેશ્વર આશારામ કુશ્વાહ સાથે રહેતી હતી.

સાવકો પિતા તેની 13 વર્ષની દિકરી રાત્રે ઘરમાં બધા સુઈ જતા ત્યારે તેની સાથે બળાત્કાર અને સૃષ્ટિવિરૂધનુ કૃત્ય કરતો હતો. રામેશ્વર વરાછા ઘનશ્યામનગર શેરી નં.18 માં એમ્બ્રોઈડરી મશીન ચલાવી મજુરી કામ કરે છે. સાવકા પિતાએ છેડછાડ કરી રાત્રીના સમયે અગાઉ ચાર થી પાંચ વાર શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. પોલીસે આ અંગે મહિલાની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે.

પિતા અગાસી પરથી રાત્રે ઘરમાં આવતો
સાવકો પિતા બે દીકરા અને બે દીકરી સાથે રહેતો હતો. પરિવાર ઘરમાં ઊંઘતો હતો અને તે પોતે અગાસી ઉપર ઊંઘવા જતો હતો. મધરાતે તે ઘરમાં આવીને તેની દીકરી સાથે બદકામ કરતો હતો. આ અંગે આજે દીકરીએ તેની માતાને તેનો પિતા તેની સાથે આ રીતે ગંદુ કામ કરતો હોવાની વાત કરતા માતા ચોંકી ગઈ હતી. તેને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top