Sports

વૈભવ સૂર્યવંશી ત્રીજી મેચમાં પણ નિષ્ફળ, તેણે 21 રન બનાવ્યા

દામ્બુલામાં રમાઈ રહેલી મેચમાં ભારત A એ શ્રીલંકા માટે 266 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. તેના જવાબમાં શ્રીલંકાએ 3 ઓવરમાં 36 રન બનાવી લીધા છે.

ભારતનો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ODI ત્રિકોણીય શ્રેણીમાં ફરી એકવાર નિષ્ફળ ગયો. તે આજની મેચમાં ફક્ત 21 રન જ બનાવી શક્યો. વૈભવ ઉપરાંત અનુકુલ રોય (8 રન), નિશાંત સિંધુ (6 રન), આયુષ બદોની (15 રન) અને પ્રભસિમરન સિંહ (11 રન) આઉટ થયા.

જોકે રૂતુરાજ ગાયકવાડ (37 રન) અને તિલક વર્મા (23 રન) એ 52 રનની ભાગીદારી સાથે ભારતીય ટીમને સ્થિર કરી. બાદમાં સૂર્યાંશ શેડગે (72 રન) અને વિપ્રજ નિગમ (51 રન) એ સદીની ભાગીદારી કરી, જેનાથી ટીમનો સ્કોર 250 રનના આંકડાને પાર કરી ગયો. ટીમ ઈન્ડિયા ૪૯.૨ ઓવરમાં ૨૬૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિજયકાંત વ્યાસકાંતે ૩ વિકેટ ઝડપી હતી.

વૈભવ ત્રિકોણીય શ્રેણીમાં ફિફ્ટી ફટકારી શક્યો નહીં
વૈભવ આ ત્રિકોણીય શ્રેણીમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. શ્રીલંકા A સામેની પાછલી મેચમાં તેણે ૧૪ રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાન સામે તેણે ૨૨ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા.

ભારત A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, અરશદ ખાન, વિપ્રજ નિગમ અને યશ ઠાકુર.

શ્રીલંકા A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, વિશેન હલામ્બગે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), અહાન વિક્રમસિંઘે, સહન અરાચિગે (કેપ્ટન), વનુજા સહન, વિજયકાંત વિયાસકાન્ત, કુગાદાસ મથુલાન, મોહમ્મદ શિરાન, ચૌહાણ.

Most Popular

To Top