Gujarat

ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026: ગ્રીન હાઇડ્રોજનથી રોબોટિક્સ સુધી, ઉદ્યોગોને મળશે અબજો રૂપિયાના પ્રોત્સાહનો; સ્ટાર્ટઅપ, MSME અને R&D માટે વિશેષ પેકેજ

નવી ઔદ્યોગિક નીતિની મુખ્ય હાઇલાઇટસ

ગાંધીનગર,તા.15

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી છે.
‘વિકસિત ગુજરાત સે વિકસિત ભારત @2047’ના વિઝન સાથે નવી ઔદ્યોગિક નીતિમાં 21 થ્રસ્ટ સેક્ટર, મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ સહાય, ગ્લોબલ R&D હબ અને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાજય સરકારે ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026’ના માધ્યમથી રાજ્યને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નવીનતા આધારિત અને ટકાઉ ઔદ્યોગિક શક્તિ તરીકે વિકસાવવાનો રોડમેપ રજૂ કર્યો છે. નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વેલ્યુ એડિશન, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં વધુ એકીકરણ દ્વારા ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને વેગ આપવાનો છે.

21 થ્રસ્ટ સેક્ટર પર ખાસ ફોકસ

નવી નીતિ હેઠળ ગ્રીન એનર્જી, મોબિલિટી, કેપિટલ ઇક્વિપમેન્ટ, ટેક્સટાઇલ, સેમિકન્ડક્ટર સહાયક એકમો અને ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મુખ્ય થ્રસ્ટ સેક્ટરમાં સમાવેશ થાય છે:

મુખ્ય સેક્ટર ક્ષેત્રો

ગ્રીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, ઇલેક્ટ્રોલાઇઝર, બેટરી સ્ટોરેજ
મોબિલિટી ઓટો-ઓટો કોમ્પોનન્ટ્સ, એવિએશન, સ્પેસ મેન્યુફેક્ચરિંગ
હેલ્થકેર API, KSM, મેડિકલ ડિવાઇસ, ફાર્માસ્યુટિકલ્સ
સેમિકન્ડક્ટર અલ્ટ્રા હાઇ પ્યુરિટી કેમિકલ્સ અને ગેસિસ
ન્યુક્લિયર સ્મોલ મોડ્યુલર રિએક્ટર સહિતના ઉપકરણો
નવા સેક્ટર ડ્રોન, રોબોટ્સ, ટોય્સ, ફૂટવેર, સ્પોર્ટ્સ ગુડ્સ

સ્ટાર્ટઅપ માટે મોટી જાહેરાત

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અનેક આકર્ષક પ્રોત્સાહનો જાહેર કરાયા છે.

સ્ટાર્ટઅપ સહાય પેકેજ

સહાય રકમ
સસ્ટેનન્સ એલાઉન્સ ₹25,000 પ્રતિ મહિનો (1 વર્ષ)
મહિલા કો-ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ ₹30,000 પ્રતિ મહિનો
સીડ સપોર્ટ ₹30 લાખ સુધી
હાઇ-ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ ₹40 લાખ સુધી
હાઇ-ટેક/ગ્રીન સ્ટાર્ટઅપ વધારાના ₹10 લાખ
વ્યાજ સહાય ટર્મ લોન પર વધારાનું 1%

મહિલા અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો માટે 360 ડિગ્રી સપોર્ટ

મહિલા ઉદ્યોગસાહસિકોને વધારાનું 1% વ્યાજ સહાય, પાંચ વર્ષ સુધી વાર્ષિક ₹3 લાખ સુધીનું 75% ભાડા સહાય અને કારકિર્દીમાં વિરામ બાદ ફરી ઉદ્યોગક્ષેત્રમાં પ્રવેશ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ આપવામાં આવશે.

ગુજરાત બનશે ગ્લોબલ R&D હબ

નવી નીતિમાં સંશોધન અને વિકાસ (R&D)ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

R&D સેન્ટરો માટે પ્રોત્સાહન

  • પ્રથમ પાંચ R&D સેન્ટરોને 50% કેપિટલ સબસિડી
  • મહત્તમ ₹50 કરોડ પ્રતિ વર્ષ સહાય
  • વીજદર પર પ્રતિ યુનિટ ₹1 સહાય પાંચ વર્ષ સુધી
  • પ્રતિ કર્મચારી ₹10,000 માસિક પેરોલ સબસિડી (3 વર્ષ)
  • પેટન્ટ માટે 75% ખર્ચ સહાય (₹15 લાખ સુધી)
  • GIDC દ્વારા ગુજરાત રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્કની સ્થાપના

ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વેગ

સરકાર ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, ખાનગી ઔદ્યોગિક પાર્ક અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપશે.

યોજના સહાય

પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ ખર્ચના 80% સુધી
ખાનગી ઔદ્યોગિક પાર્ક ₹50 કરોડ સુધી 25% સહાય
વનબંધુ તાલુકા પાર્ક ₹50 કરોડ સુધી 50% સહાય
ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ₹25 કરોડ સુધી 35% સહાય

શહેરોની ભીડ ઘટાડવા ‘પ્રોજેક્ટ THRIVE’

શહેરોની અંદર આવેલી ઔદ્યોગિક એકમોને શહેર બહાર સ્થળાંતર કરવા માટે ‘પ્રોજેક્ટ T.H.R.I.V.E.’ શરૂ કરાશે.

મુખ્ય લાભો:

  • હાલના કર્મચારીઓ માટે 6 મહિના સુધી ₹5,000 પ્રતિ મહિના વેતન સહાય
  • સ્થળાંતરિત એકમોને નવી યુનિટનો દરજ્જો
  • ઔદ્યોગિક પાર્ક અને પર્યાવરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ સબસિડી
  • મજૂરો માટે આવાસ વિકાસ સહાય

પર્યાવરણલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન

ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને સસ્ટેનેબિલિટી માટે વિશેષ પેકેજ જાહેર કરાયું છે.

મુખ્ય સહાયની જોગવાઈ

યોજના સહાય
70% રિસાયક્લિંગ ધરાવતા વેસ્ટવોટર પ્રોજેક્ટ ₹75 કરોડ સુધી 50%
કોમન બોઇલર પ્રોજેક્ટ ₹30 કરોડ સુધી 40%
ક્લીનર ટેકનોલોજી MSME માટે ₹1 કરોડ સુધી 50%
ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ MSME માટે પ્રતિ MLD ₹5 કરોડ સુધી

MSME માટે ‘ગો ગ્લોબલ’ મિશન

MSME એકમોને કેપિટલ સબસિડી, વ્યાજ સહાય અને પાવર ટેરિફ સહાયમાંથી પસંદગી કરવાની છૂટ આપવામાં આવી છે.

  • કેટેગરી-A તાલુકામાં કુલ પ્રોત્સાહન મર્યાદા 45% eFCI સુધી
  • કેટેગરી-B તાલુકામાં 35% eFCI સુધી
  • SC/ST ઉદ્યોગસાહસિકોને વધારાનું 5% પ્રોત્સાહન

મોટા અને મેગા રોકાણકારોને વિશેષ લાભ

થ્રસ્ટ સેક્ટરમાં રોકાણ કરનારી મોટી, મેગા અને અલ્ટ્રા-મેગા યુનિટ્સને 25%થી 40% eFCI સુધીના પ્રોત્સાહનો આપવામાં આવશે.

યુનિટ પ્રકાર મહત્તમ પ્રોત્સાહન
Large Unit 35% eFCI સુધી
Mega Unit 35% eFCI સુધી
Ultra Mega Unit 40% eFCI સુધી
પસંદગીના થ્રસ્ટ સેક્ટર 50% eFCI સુધી

સ્કિલ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર

ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સ ઊભી કરવા માટે:

  • એન્કર ઇન્સ્ટિટ્યૂટ માટે 100% કેપિટલ સબસિડી (₹10 કરોડ સુધી)
  • વિશેષ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો માટે 75% સહાય
  • ખાનગી ઉદ્યોગોના કેપ્ટિવ ટ્રેનિંગ સેન્ટરો માટે 50% પ્રોજેક્ટ ખર્ચ સહાય
  • વિદેશી ભાષા તાલીમ અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે સહાય

શું છે નીતિનો મોટો સંદેશ ?

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026 માત્ર પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી નીતિ નથી, પરંતુ ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, ડ્રોન, રોબોટિક્સ, R&D અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રાજ્યને રાષ્ટ્રીય અને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો વ્યાપક પ્રયાસ છે. સ્ટાર્ટઅપથી લઈને અલ્ટ્રા-મેગા ઉદ્યોગો સુધી દરેક સ્તર માટે અલગ પ્રોત્સાહન માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી દાયકામાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપી શકે છે.

Most Popular

To Top