Gujarat Main

સાબરકાંઠામાં ઓનલાઈન મંગાવેલા પાર્સલને ખોલતાં જ બ્લાસ્ટ થયો, બેના મોત

સાબરકાંઠા: ઓનલાઈન શોપિંગ કરતાં લોકો માટે ચેતવણીરૂપ ઘટના સાબરકાંઠાના વડાલીમાં બની છે. અહીં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં એક કિશોરી અને એક યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે વડાલીના ગ્રામજનોમાં ગભરાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં રહેતા એક પરિવારે ઈલેક્ટ્રિક સામાન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. તેનું પાર્સલ ઘરે પહોંચતા કિશોરી અને યુવકે તે ખોલ્યું હતું. પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના લીધે 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. બંનેના મૃતદેહ સિવિલમાં ખસેડાયા હતા.

આ ઘટનામાં બે બાળકીઓ ગંભીરપણે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી પહેલા જ થયેલા આ બ્લાસ્ટને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ પાર્સલ કોણે મોકલ્યું હતું ઉપરાંત ક્યાંથી પાર્સલ મોકલવામાં આવ્યું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે. આ પાર્સલ વણઝારા જિતેન્દ્રભાઈના નામે આવ્યું હતું. પાર્સલમાં ઈલેક્ટ્રોનિક સામાન હતો. પાર્સલ ખોલતા જ ધડાકો થયો હતો.

આ દુર્ઘટનામાં જીતુભાઈ વણઝારા (ઉં.વ. 30), ભૂમિકા જીતુભાઈ વણઝારાનું મોત થયું છે, જ્યારે શિલ્પા વિપુલભાઈ વણઝારા (ઉં.વ. 11) અને છાયાબેન જીતુભાઈ વણઝારા (ઉં.વ. 11) ઈજા પામ્યા છે. તેઓ સારવાર હેઠળ છે.

Most Popular

To Top