SURAT

ટ્રેનની ટિકિટ બુક કરાવતા પહેલાં આ જાણી લો, સુરતથી પસાર થતી આ ટ્રેનો કેન્સલ થઈ છે

સુરત: સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર ચાલતા રીડેવલપમેન્ટ (Re-devolopment) માટે બ્લોક (Block) લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો (Train) સંપૂર્ણ રદ (Cancell) રહેશે અને કેટલીક ટ્રેનો આંશિક રદ રહેશે, તો કેટલીક ટ્રેનોને રીશિડ્યુલ્ડ કરાઈ છે.

  • સુરત રેલવે સ્ટેશને રીડેવલપમેન્ટ માટે બ્લોક, 7મીએ અનેક ટ્રેનો રદ
  • 5, 6 અને 7 એપ્રિલે કેટલીક ટ્રેનોને આંશિક રદ કરવા જાહેરાત, 7મીએ કેટલીક ટ્રેનો મોડી દોડશે

7 મી એપ્રિલના રોજ ટ્રેન નંબર 22930 વડોદરા-દહાણુ રોડ એક્સપ્રેસ, ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ, ટ્રેન નંબર 09158 ભરુચ-સુરત મેમુ, ટ્રેન નંબર 09180 સુરત-વિરાર એક્સપ્રેસ, ટ્રેન નંબર 09082 ભરૂચ-સુરત મેમુ, ટ્રેન નંબર 50956 મહુવા-સુરત સુપર સ્ટાર એક્સપ્રેસ, ટ્રેન નંબર 22929 દહાણુ-વડોદરા એક્સપ્રેસ, ટ્રેન નંબર 09171 સુરત-ભરૂચ મેમુ, ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20955 સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે.

આંશિક રૂપે રદ થયેલી ટ્રેનોમાં 5,6,7 એપ્રિલની ટ્રેન નંબર 19007 સુરત-ભુસાવલ પેસેન્જર સુરત-ઉધના વચ્ચે રદ રહેશે. 6 અને 7 એપ્રિલના રોજ સુરત-વિરાર એક્સપ્રેસ સુરત-મરોલી વચ્ચે રદ રહેશે. 6 અને 7 એપ્રિલની સુરત-મુંબઈ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ સુરત-નવસારી વચ્ચે રદ રહેશે.

6 એપ્રિલના રોજની સુરત-ભાગલપુર તાપ્તીગંગા એક્સપ્રેસ સુરત-ઉધના વચ્ચે રદ રહેશે. 6 અને 7 એપ્રિલના રોજની સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ સુર-નવસારી વચ્ચે રદ રહેશે. 6 અને 7 એપ્રિલની સુરત વિરાર એક્સપ્રેસ સુરત-મરોલી વચ્ચે રદ રહેશે. 6 અને 7 એપ્રિલના રોજ સુરત-નંદુરબાર એક્સપ્રેસ સુરત-ઉધના વચ્ચે રદ રહેશે. 6 એપ્રિલના રોજ ભૂજ-દાદર એક્સપ્રેસ વડોદરા-દાદર વચ્ચે રદ રહેશે. 5 અને 6 તારીખની મુંબઈ-સુરત ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ નવસારી-સુરત વચ્ચે રદ રહેશે. 7 એપ્રિલના રોજ દાદર-ભુજ એક્સપ્રેસ દાદર અને વડોદરા વચ્ચે રદ રહેશે.

7મી એપ્રિલના રોજ કેટલીક ટ્રેનો મોડી દોડશે તથા તેને રીશિડ્યુલ્ડ કરાઈ છે. જેમાં ટ્રેન નંબર 09162 વડોદરા-વલસાડ પેસેંજર 1 કલાક 15 મિનિટ, ટ્રેન નંબર 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી 1 કલાક, ટ્રેન નંબર 12432 હજરત નિઝામુદ્દીન-તિરૂવનંતપુરમ રાજધાની એક્સપ્રેસ 45 .ટ્રેન નંબર 12904 અમૃતસર-મુંબઈ ગોલ્ડન ટેમ્પલ મેલ 45 મિનિટ, ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ 1 કલાક, ટ્રેન નંબર 22663 ચેન્નાઈ-જોધપુર એક્સપ્રેસ 1 કલાક, ટ્રેન નંબર 12951 મુંબઈ-નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ 45 મિનિટ, ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ 45 મિનિટ અને ટ્રેન નંબર 12995 બાંદ્રા-અજમેર એક્સપ્રેસ 1 કલાક અને ટ્રેન નંબર 12953 મુંબઈ-હજરત નિઝામુદ્દીન અગસ્ત-ક્રાંતિ એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશે.

Most Popular

To Top