Vadodara

વડોદરા:મંજુસર ની કે.વી.પ્લાસ્ટિક કંપનીમાં આગ

  • આગની જવાળાઓ દૂર દૂર સુધી દેખાઈ
  • પાંચથી વધુ ફાયરની ગાડીઓ આગ ઉપર 3 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો

વડોદરા: સાવલી નજીક આવેલ મંજુસર જીઆઇડીસી ની એક પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતે લાગેલી આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ સ્થળ ઉપર પહોંચી હતીમંજુસર જીઆઇડીસીમાં આવેલી કે.વી.પ્લાસ્ટિક નામની કંપનીમાં મોડી રાતે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિક બનાવતી કંપની હોવાના કારણે આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગેની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચથી વધુ ફાયર ટેન્ડર ની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંદાજે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. આ આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Most Popular

To Top