Vadodara

વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતો ગાંજાનો કાળો કારોબાર પરએલસીબી ઝોન ૩ ની રેડ

વાડી રંગમહાલના વાસુદેવ એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો, ગાંજાનો જથ્થો વેચનાર બે શખ્સ ઝડપાયા

વડોદરા તા.૨૭

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધમધમતા કાળા કાળા કારોબાર પર એલસીબી ઝોન ૩ ની ટીમે રેડ કરી હતી. ત્યારે વાડી રંગમહાલ સ્થિત વાસુદેવ એપાર્ટમેન્ટના ચોથા માળેથી ગાંજાનું વેચાણ કરનાર 60 વર્ષીય શંકરભાઈ અને હાર્દિક વસાવાને ગાંજો વેચતા ઝડપાઇ ગયા હતા.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ઝોન-3ની ટીમે ચલાવી વાડી રંગમહાલ વિસ્તારમાં આવેલા વાસુદેવ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન એપાર્ટમેન્ટના ચોથા માળેથી 60 વર્ષીય શંકરભાઈ અને હાર્દિક વસાવાને ગાંજા વેચતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી હતી. એક કિલો ઉપરાંતના ગાંજા સાથે રૂપિયા ૬૩ હજારનો મુળમાલ જપ્ત કરાયો છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ લાંબા સમયથી ગાંજાનો વેપાર કરતા હતા પરંતુ પાણીગેટ પોલીસને ગંધ સુદ્ધા આવતી ન હતી.સમગ્ર મામલે પોલીસે બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top