Vadodara

સયાજીગંજ પોલીસે બિનવારસી કારમાંથી રૂ.4.33 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પ્રતાપગંજ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલી કારમાંથી 468 બોટલ મળી

નહી મળી આવેલા કારચાલક વોન્ટેડ જાહેર, દારૂ અને કાર મળી રૂપિયા 7.33 લાખનો મુદ્દામાલ કબજે

વડોદરા, તા. 26

પ્રતાપગંજ વિક્રમબાગ પાસે ઊભી બિનવારસી કારમાંથી રૂ.4.33 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે ચાલક નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત રૂ. 7.33 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
વડોદરા શહેરની સયાજીગંજ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતાપગંજ વિક્રમબાગ પાસે ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં કાર ઉભી છે. જેના આધારે પોલીસે સ્થળ પર જઈને કારમાં તપાસ કરતા રૂપિયા 4.33 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર તથા અન્ય સામાન મળી રૂ.7.33 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચાલક નહીં મળી આવતા સયાજીગંજ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top