Dakshin Gujarat Main

ઝઘડિયા GIDCમાં ખેતરમાંથી અજાણ્યાની નગ્ન અવસ્થા અને અર્ધ બળેલી હાલતમાં લાશ મળી

ઝઘડિયા: ઝઘડિયા (Jhagadia) GIDCમાં એક કંપની પાસે ખેતરમાંથી રહસ્યમયી કોઈ અજાણ્યા પુરુષની નગ્ન અવસ્થામાં અર્ધ બળેલી હાલતમાં લાશ મળી હતી. ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ઉદેસિંગભાઇ વસાવા નામના ખેડૂતનું એક ખેતર ઝઘડિયા GIDCમાં આવેલું હોવાથી તુવેરના પાકનું વાવેતર કર્યું છે. તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ રાત્રિ દરમિયાન આ ખેતરમાં એક અજાણ્યા પુરુષની નગ્ન અવસ્થામાં અને અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ (death body) પડેલો હતો. સમગ્ર ઘટના બાબતે તલોદરાના વિઠ્ઠલ છગન વસાવાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં મળતી વિગતો મુજબ આ ખેતરમાંથી પસાર થતી ભારે દબાણવાળી વીજ લાઇનના થાંભલા ઉપર ધડાકો થયો હોય અને આ ઇસમ બળી ગયો હોય એવું અનુમાન પોલીસ વિભાગ લગાવી રહ્યો છે. જો કે, પોલીસ વિભાગ અજાણ્યા મૃતક શખ્સની ઓળખ થઇ નથી. આ ઈસમ કોણ અને ક્યાંનો છે. અને આ સ્થળે કેમ આવ્યો હોય એ બાબતોનાં રહસ્ય અકબંધ છે. જે બાબતે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રક્તરંજીત સંબંધ: ડોલવણમાં સગા ભત્રીજાએ જ ઘરમાં ઘૂસી વૃદ્ધ કાકાને રહેંસી નાંખ્યો હતો
વ્યારા: ડોલવણ ગામે નાકા ફળિયામાં રહેતા ૭૧ વર્ષિય વૃદ્ધ શંકરભાઇ સુરજીભાઇ ચૌધરીને તેમના ઘરે જ તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂર રીતે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર શખ્સ તેનો સગો નાનો ભાઇનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ હત્યારાને પકડી પોલીસે સળિયા પાછળ ધકેલી દીધો છે. તેણે આ વૃદ્ધની હત્યા તેમની જમીન હડપી લેવા માટે કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

ડોલવણ ગામે નાકા ફળિયામાં રહેતા તેમના પાડોશી સોનલ હિતેશ ચૌધરીની દીકરી દૃષ્ટિએ શંકરભાઇને ખાટલા ઉપર સૂતા અને તેઓના માથા તથા મોંના ભાગે લોહીની ઊલટી જેવું કર્યાનું જોતાં માતાને જાણ કરી હતી. સોનલે શંકરભાઇની નાની બહેન મીલા અને ફોન કરનાર પીયૂષને ઘટનાની જાણ કરી હતી. ઘરે આવી તેમણે જોતાં શંકરભાઇને તીક્ષ્ણ હથિયાર વડે માથા તથા મોંના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવ્યાનું માલૂમ પડ્યું હતું. ડોલવણ પોલીસે મૃત હાલતમાં મળી આવેલા વૃદ્ધની હત્યાનું નિરીક્ષણ કર્યું હતું અને હત્યારાઓને ઝડપી પાડવા એફએસએલ અને પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી. મરણ જનારના વ્યક્તિત્વની ઝીણવટભરી માહિતી મેળવી અલગ અલગ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન હત્યાનો ભોગ બનેલ શંકરભાઇ સુરજીભાઇ ચૌધરીના નાના ભાઇ શાંતિલાલ સુરજીભાઇ ચૌધરીના પુત્ર ગીરીશ ઉપર શક હોવાનું જણાવ્યું હતું. જેથી શકદાર ગીરીશ શાંતિલાલ ચૌધરીની તપાસ કરતાં ઘરે મળી આવ્યો ન હતો. ગુનાવાળી જગ્યાએ નિરીક્ષણ માટે બોલાવેલા ડોગ સ્ક્વોડનો ડોગ પણ શાંતિલાલના ઘર સુધી ગયો હતો. જેથી ગીરીશની તપાસ કરતાં પોલીસને ખાનગી રાહે જાણવા મળ્યું હતું કે, ગીરીશ ડોલવણ ગામના ડેપો ફળિયામાં થઇ પોતાના ઘર તરફ આવી રહ્યો છે. ગીરીશ ઉનાઇથી બેડચીત જતા રોડ ઉપર ચાલતો ચાલતો આવતો હોઇ તેને કોર્ડન કરી પકડી પોલીસે પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતાં ગીરીશ ચૌધરીએ હત્યાની કબૂલાત કરી હતી. શંકર ચૌધરી પોતાની ડોલવણ ગામે ખાંડસરી પાસે આવેલ જમીન વેચનાર હોવાથી ગીરીશ આ જમીન એકલો જ પચાવી પાડવા માંગતો હતો.

Most Popular

To Top