Entertainment

અડધી રાત્રે ચાદર લપેટી અભિનેત્રી હોટલની બહાર આવી, પછી શું થયું…?

નવી દિલ્હી: ‘પ્રિન્સેસ ઓફ પોપ’ તરીકે જાણીતી અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સ ચર્ચામાં છે. તાજેતરમાં બ્રિટનીની ચોંકાવનારી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરો સામે આવ્યા બાદ તેના માનસિક સ્વાસ્થ્ય પર સવાલો ઉભા થયા છે.

હવે આ મામલે બ્રિટનીએ કહ્યું છે કે આ તેના વિરુદ્ધનું એક કાવતરું છે. બ્રિટનીએ આ સમગ્ર ઘટના અંગે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી અને કહ્યું કે આ તેની માતાનું કાવતરું છે, જે ભૂતકાળમાં પણ તેની ઈમેજ ખરાબ કરવા માટે આવા ફેક ‘સેટ-અપ્સ’ પ્લાન કરતી રહી છે.

ઈન્ટરનેશનલ પોપ સેન્સેશન બ્રિટની હાલમાં જ લોસ એન્જલસની ચેટો માર્મોન્ટ હોટેલમાંથી બહાર આવતી જોવા મળી હતી. હોટલમાંથી બહાર આવતા તેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ તસવીરોમાં બ્રિટનીએ પોતાના શરીરને ચાદરથી ઢાંકેલું જોઈ શકાય છે. તે પોતાની છાતીને ઓશીકાથી ઢાંકતી પણ જોવા મળે છે.

વાયરલ તસવીરોની સાથે અન્ય સમાચારોમાં એવું કહેવામાં આવ્યું હતું કે બ્રિટની હોટલમાંથી ટોપલેસ નીકળી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનીનો હોટલમાં તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. એટલા માટે તે અર્ધનગ્ન હાલતમાં બહાર દોડી ગઈ હતી.

પેરામેડિકલ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેથી એવા સમાચાર વહેતા થયા હતા કે બ્રિટનીની મેન્ટલ હેલ્થ સારી નથી. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો જોઈને લોકો ચોંકી ગયા હતા. લોકોએ તેના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

એક અહેવાલ અનુસાર હોટેલના અન્ય મહેમાનોએ બ્રિટનીની ચીસો સાંભળી અને વિચાર્યું કે ડિપ્રેશનમાં છે, તેથી પેરામેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. જો કે, પાછળથી અહેવાલો આવ્યા કે પેરામેડિક્સ એમ્બ્યુલન્સ સાથે હોટલ પહોંચ્યા હતા.

બ્રિટનીએ જાતે કર્યો ખુલાસો..
હવે બ્રિટનીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરતાં કહ્યું છે કે જે ચર્ચા થઈ રહી છે તેવું નથી. મામલો કંઈક અલગ છે. બોયફ્રેન્ડ સાથે લડાઈ કે મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ નથી. ખરેખર આ તેની માતાનું કાવતરું છે. ઈન્સ્ટાગ્રામ પર એક નોટમાં બ્રિટનીએ લખ્યું છે કે તેના માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવતા સમાચાર નકલી છે.

તેણીએ કહ્યું, ‘હું લોકો પાસેથી આ હકીકત માટે સન્માનની અપેક્ષા રાખું છું કે હું દરરોજ મજબૂત બની રહી છું. સત્ય બહુ ખરાબ છે, તો શું કોઈ મને જૂઠું બોલવાનું શીખવી શકે? બ્રિટનીએ આગળ લખ્યું, ‘મને ખબર નથી કે મને આ શેર કરવાની જરૂર કેમ લાગે છે… પરંતુ હું માત્ર એક છોકરી છું અને મને પીરિયડ્સ આવે છે તેથી હું માત્ર ચિડાઈ રહી છું.’

બ્રિટનીએ વીડિયો પણ શેર કર્યો
બ્રિટ્ટનીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેણીની હીલ્સ દેખાઈ છે. આમાં તે કહી રહી છે કે, ‘રાત્રે મારી એડી ટ્વિસ્ટ થઈ ગઈ હતી. હું એક વિચિત્ર મૂર્ખ છું, મારા લિવિંગ રૂમમાં કૂદવાનો પ્રયાસ કરી રહી છું. હું પડી ગઈ અને તે વળી ગઈ. બ્રિટનીએ આગળ કહ્યું, ‘પેરામેડિક્સ ત્યાં ગેરકાયદેસર રીતે પહોંચ્યા અને હંગામો કર્યો જે બિનજરૂરી હતો. તમે જાણો છો, ક્યારેક મૂર્ખ વસ્તુઓ થાય છે.

બ્રિટ્ટનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘હું જાણું છું કે મારી માતા આમાં સામેલ છે. મેં તેની સાથે 6 મહિનાથી કોઈ વાત કરી નથી અને આ સમાચાર બહાર આવે તે પહેલા તેણે મને ફોન કર્યો હતો. બ્રિટનીએ કહ્યું કે તેની માતાએ તેને આ પ્રકારના સમાચાર આપવા માટે ‘સેટ અપ’ કર્યું, જેમ કે તેણે પહેલા કર્યું હતું, ‘હું તેને સહન કરી શકતી નથી. કાશ મારી પાસે દાદા દાદી હોત.

બ્રિટ્ટનીએ જણાવ્યું કે તેના વકીલ મેથ્યુ રોસેનગાર્ટે આ સ્થિતિમાં તેની મદદ કરી. તેણે લખ્યું, ‘આ માણસ ખરેખર અદ્ભુત છે. તે મારા માટે પિતા સમાન છે અને તેણે મને રાત્રે આ બધામાંથી બહાર કાઢી. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિટનીએ તેની સુરક્ષા સાથે હોટલ છોડી દીધી છે અને હવે તે સુરક્ષિત છે. બ્રિટ્ટનીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં એ પણ જણાવ્યું કે હવે તે લોસ એન્જલસથી બોસ્ટન શિફ્ટ થઈ રહી છે.

Most Popular

To Top